- અભિનેતા શત્તુઘ્ન સિન્હા 76 વર્ષના થયા
- ફિલ્મો અને રાજકરણમાં પણ બનાવ્યું પોતાનું નામ
- તેઓ ફઇલ્મના સેટ પર હંમેશા મોડા આવતા હતા
દિલ્હીઃ- બોલિવૂડના મશહૂર અભિનેતા અને શૉટગનના નામથી જાણીતા શત્રુઘ્ન સિંહા આજે તેમનો 76મો જન્મદિવસ મનાવી રહ્યા છે.તેમનો જન્મ બિહારના પટનામાં 9 ડિસેમ્બર 1945ના રોજ થયો હતો,વર્ષ 1969માં આવેલી ફિલ્મ ‘પ્યાર હી પ્યાર’થી તેમણે ફિલ્મમાં ડેબ્યૂ કરીને તેમના સફરની શરુઆત કરી હતી.તેમના ફિલ્મી સફરની જો વાત કરવામાં આવે તો તેમણે ઘણી સફળ ફિલ્મો આપી છે.તેમના શાનદાર અભિનયથી તેઓ અનેક દર્શકોના દિલમાં રાજ કરે છે.
એક અભિનેતા સફળ ત્યારે થાય છેકે જ્યારે તેમની ફિલ્મોમાં તેમની શાનદાર એક્ટિંગ સાચી સાબિત થાય છે, આજ રીતે શત્રુઘ્ન સિંહાને દેવાનંદની ફિલ્મ ‘પ્રેમ પૂજારી’થી ફિલ્મ જગતમાં મોટો બ્રેક મળ્યો હતો, જેમાં તેણે પાકિસ્તાની સૈન્ય અધિકારીની ભૂમિકા ભજવી હતી.
આ બાદ તે ઘણી ફિલ્મો આવી અને તેણે પોતાની ફિલ્મોથી લાખો લોકોને પોતાના ચાહક બનાવ્યા. તેમની યાદગાર ફિલ્મોમાં ‘મેરે અપને’, ‘કાલીચરણ’, ‘વિશ્વનાથ’, ‘દોસ્તાના’, ‘ક્રાંતિ’, ‘નસીબ’, ‘કાલા પથ્થર’, ‘લોહા’ જોવા મળે છે.આજે પણ તેમની ઘણી ફિલ્મો માટે દર્શકો દિવાના છે.
રાજકરણી તરીકે પણ સારી ઈમેજ
આ સાથે જ તેમણે રાજકારણના મંચ પર પોતાની ઈમેજ બનાવી છે, તેણે પટના સાયન્સ કોલેજમાં ગ્રેજ્યૂએટ થયા અને પછી તેના મિત્રની સલાહ પર એફટીઆઈઆઈમાં અભ્યાસ કર્યો. આ જગ્યા એવી છે કે જ્યા ફિલ્મોથી જોડાયેલા લોકો દૂર દૂર સુધી ન હોય છત્તાં પણ તેમણે ફિલ્મમાં ઝપંલાવ્યું
હીરો અને વિલન બન્નેમાં શાનદાર એક્ટિંગ કરી છે
અભિનેતા પહેલા હિરો નહી પરંતુ વિલનના રોલમાં જામ્યા હતા ,તેમના નેગેટિવ રોલ પર સિનેમાઘરોમાં તાળીઓનો ગગળાટ સંભાળતો હતો, વિલન હોવા છતાં પણ શત્રુઘ્ન સિંહાના ફોટો સાથે ફિલ્મના પોસ્ટર બનાવવામાં આવ્યા હતા.તેઓ હિરો સહીત વિલનના રોલમાં પણ શાનદાર એક્ટિંગ કરી ચૂક્યા છે.
શત્રુઘ્ન સિન્હા તેઓને સેટ પર મોડા આવતા હતા
શત્રુઘ્ન સિંહા તેમના દમદાર ડાયલોગ્સ માટે જાણીતા હતા. આ જ કારણ છે કે દરેક તેને પોતાની ફિલ્મનો હિસ્સો બનાવવા માંગતા હતા. સેટ પર મોડા આવવાની તેની આદતથી દરેક જણ પરેશાન હતા. ખુદ અમિતાભ બચ્ચને આ અંગે ખુલાસો કર્યો હતો કે શત્રુઘ્ન સમયસર ઘરથી નીકળી જતા હતા, પરંતુ સેટ પર 5 કે 10 મિનિટ નહીં પણ 3-3 કલાક મોડા પહોંચતા હતા.