અભિનેતા શેખર સુમન ભાજપમાં જોડાયા, ફિલ્મો બાદ હવે રાજનીતિમાં તાકાત દેખાડશે
બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી છાપ છોડનાર અભિનેતા શેખર સુમન હાલમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’માં જોવા મળે છે. તે સિરીઝમાં તેના પાત્રને લઈને ઘણી ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ ફરીથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. અભિનેતા શેખર સુમન 7 મેના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આજે મંગળવારે શેખર સુમને દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે ભાજપની સદસ્યતા લીધી હતી. પત્રકાર પરિષદમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને અનિલ બલુનીએ તેમને ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. ન્યૂઝ એજન્સી ‘ANI’એ શેખર સુમનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં પાર્ટીના મહાસચિવ અભિનેતાનું ભાજપમાં સ્વાગત કરતા જોવા મળે છે.
ખબર ન હતી કે હું ભાજપમાં જોડાઈશ…’
2009માં પ્રથમ ચૂંટણી લડી
દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે અભિનેતા ભાજપમાં જોડાઈને હેડલાઈન્સમાં છે. જો કે, તે 2024ની લોકસભા ચૂંટણી લડશે કે નહીં તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ શેખર સુમન રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે. અભિનેતાએ 2009માં પ્રથમ વખત રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ કોંગ્રેસની ટિકિટ પર પટના સાહિબ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. તે સમયે અભિનેતા શત્રુઘ્ન સિંહા તેમની સામે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. શેખર સુમન એ ચૂંટણી હારી ગયા હતા.
બીજેપીમાં જોડાયા બાદ શેખર સુમને કહ્યું- “ગઈકાલ સુધી મને ખબર ન હતી કે હું આજે અહીં બેઠો હોઈશ. જીવનમાં ઘણી બધી વસ્તુઓ જાણી-અજાણ્યપણે થાય છે. હું અહીં ખૂબ જ સકારાત્મક વિચાર સાથે આવ્યો છું અને ભગવાનનો આભાર માનું છું. હું ઈચ્છું છું કે તેઓ મને આદેશ આપે. અહીં આવવા માટે અને હું ભાજપ સાથે આવ્યો હતો.