પરવાનગી વગર પોસ્ટર પર પોતાનો ફોટો લાગેલો જોઈને અભિનેતા સુનિલ શેટ્ટીને આવ્યો ગુસ્સો – કંપની સામે ફરીયાદ દાખલ કરી
- સુનીલ શેટ્ટીએ કંપની સામે ફરીયાદ કરી
- પોસ્ટર પર પરવાનગી વગર ફોટો જોઈએને એભિનેતા ગુસ્સે થયા
મુંબઈ – બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટીએ બનાવટી ફિલ્મના પોસ્ટરો શેર કરવા માટે એક પ્રોડક્શન કંપની સામે ફરિયાદ નોંધાવી છે. પોસ્ટરમાં બતાવવામાં આવ્યું છે કે શેટ્ટી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. સુનીલ શેટ્ટીએ એક ફિલ્મ પ્રોડક્શન કંપની સામે તેના ફોટોનો પરવાનગી લીધા વગર ઉપયોગ કર્યો હોવાથી પોલીસ-ફરિયાદ કરી હતી.
વાત જાણે એમ છએ કે અભિનેતા સુનિલ શેટ્ટીએ બાલાજી મીડિયા ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સામે સુનીલ શેટ્ટીએ ફરિયાદ કરી છે. આ ફિલ્મનું નામ ‘વિનીતા’ હોવાનું કહેવાઈ રહ્યું છે.
સુનીલ શેટ્ટીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ફિલ્મ માટે તેઓ ફાઇનૅન્સ મેળવવા માટે તેમના ફોટોનો મિસયૂઝ કરી રહ્યા છે, આ મામલે અભિનેતા એ વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ પોલીસ-ફરિયાદ નોંધાવી છે.
અભિનેતા એ કહ્યું છે કે આ ફિલ્મ કોની છે તે પણ મને ખબર નથી, અને કોણ લોકોએ આ ફઇલ્મમાં કામ કર્યું છે તં પણ હું નથી જાણતો‘મેં આ પ્રકારની કોઈ ફિલ્મ સાઇન પણ નથી. આ રીતે જાહેરમાં આર્ટિસ્ટનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે, મારા નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે,મારી રેપિટેશનના કારણે મારે આ ફરીયાદ નોંધાવી પડી છે.
આ સમગ્ર મામલે એક્ટરે ટ્વિટ પણ કર્યું છે કે,ફાઇનૅન્સ એક્સપ્લોઇટેશન અને મારા ફોટોનો ઉપયોગ કરવા કરતાં પણ વધુ ખરાબબાબતે એ છે કે યુવાન ટૅલન્ટનું શોષણ થયું છે.
સુનીલ શેટ્ટીની સાથે બૉબી દેઓલનો ફોટો પણ આ પોસ્ટરમાં લાગેલો જોવા મળ્યો છે. આ મામલે પ્રોડક્શન હાઉસના મૅનેજર કહ્યું કે અ્મારી ભૂલ છે.આ માટે સુનીલ શટ્ટી અને બૉબી દેઓલ પર પસંદગી ઉતારી હતી. તે અમારી ભુલ છે.
સાહિન-