Site icon Revoi.in

ડિજીટલ માધ્યમ અને આત્મનિર્ભર ભારતનો સમન્વય ‘ટેલેન્ટ હન્ટ એપ’- અભિનેતા સુનિલ શેટ્ટી બેસ્ટ એપ ઓનલાઇન એજન્સી એવોર્ડથી સમ્માનિત

Social Share

સમગ્ર દેશ દ્રારા ચીનના બહિષ્કાર બાદ ભારત દેશ આત્મનિર્ભર તરફ વળ્યો છે, ત્યારે બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ આ માર્ગે એક નવી શરુઆત કરી હતી જેમાં તેમણે એક એપ લોન્ચ કરી હતી જેના માધ્યમથી દેશના સવા લાખ લોકોને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નોકરી મળી છે.માત્ર અભિનય ક્ષેત્રમાં જ નહીં પરંતુ જુદા જુદા ક્ષેત્રો જેવા કે લેખન, એડિટિંગ, સ્ક્રિપ્ટરાઇટિંહ વગેરેમાં નોકરી આ નવી શરુઆત થકી આપવામાં આવી છે.

શુનિલ શેટ્ટીના આ આત્મનિર્ભર ભારત તરફ મંડાયેલા ગડથી ભારત સરકાર ખુશ છે,જેને લઈને ટેલન્ટ હન્ટ એપને ભારત સરકાર તરફથી આત્મનિર્ભર એપ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ એપ ઓનલાઇન એજન્સી એવોર્ડ આપીને તેમનું સમ્માન કરવામાં આવ્યું છે.

ઉલ્લખનીય છે કે અભિનેતા સુનીલ શેટ્ટીએ એફટીસી એટલે કે ફિલ્મ ટેલિવિઝ કન્ટેન્ટ એપની નીવ શરૂઆત કરી છે. આ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં હાલ નેપોટિઝમ  જેવી બાબતો ચર્ચામાં છે તેને જોતા અભિનેતાએ આ પ્રયાસ હાથ ધર્યો છે,જેથી કરીને સામાન્ય લોકો પણ પોતાની પ્રતિભાને દર્શાવી શકે,આ એપના માધ્યમથી ઘરમાં રહીને જ ઓનલાઇન ઓડિશન આપવાનું હોય છે,આ સમગ્ર પ્રક્રિયા બાદ જે તે સવ્ર શ્રેષ્ઠ લોકોની પસંદગી કરીને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે ત્યાર બાદ તેમને ઈન્ફોર્મ કરી અને નોકરી પર રાખી લેવામાં આવશે.

શુનિલ શેટ્ટીનું આ એક સરહાનિય કાર્ય પણ કહી શકાય ,ભલે તેમાં પોતાના ટેલેન્ટ પર નોકરી મળશે પરંતુ આવા અથાગ પ્રયત્નો થકી તેમણે આત્મ નિર્ભર ભારતની દીશામાં આગળ પગલું ભર્યું છે.આ એફટીસી ટેલન્ટના માધ્યમથી સવા લાખ લોકોને મોકરી મળી છે,આ એજન્સી ભારત અને ઓવરસીઝ સાથે જોડાયેલી છે.જેના કારણે ટેલેન્ટેડ લોકોએ હવે નિર્માતા-દિગ્દર્શકો સુધી આટાફેરા કરવા પડશે નહી.

આ સમગ્ર બાબતે સુનિલ શેટ્ટીનું કહેવું છે કે,આ એપથી ઇન્ડસ્ટ્રીમાંની નેપોટિઝ્મની જે કમ્પલેન આવી રહી છે તે ઓછી થશે તેમજ મુંબઇ શહેરની બહારથી આવેલા હજારો,લાખો લોકો પોતાના વિસ્તારને છોડયા વગર જ અને રાહ જોયા વગર નોકરીમાં ઝંપલાવી શકશે।

ડિજીટલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ કહીએ તો નવાઈ નથી,એફટીસી દ્વારા ઘણા એકટર્સ, ટેકનિશિયન, ડાઇરેકટર્સ, રાઇટર્સને ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળી ચૂકી છે. શુનિલ શેટ્ટીના આ કાર્યને ભારત સરકાર દ્રારા સમ્માન આપવામાં આવ્યું છે. ટેલન્ટ હન્ટ એપને ભારત સરકાર તરફથી આત્મનિર્ભર એપ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ એપ ઓનલાઇન એજન્સી એવોર્ડ આપવામાં આવ્યો છે અને અભિનેતા શુનિલ શેટ્ટીને સમ્માનિત કરાયા છે,

સાહીન-