Site icon Revoi.in

અભિનેતા સુનિલ શેટ્ટીનો એક્ટરથી લઈને બિઝનેસ મેન બનવા સુધીનો શાનદાર સફર, એક સમયે કોઈ અભિનેત્રી તેમના સાથે કામ કરવા નોહતી તૈયાર

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી કોઈની ઓળખના મોહતાઝ નથી. તેમણે બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે, તેઓ એક્ટરની સાથે સાથે એક સફળ બિઝનેસમેન પણ છે,જો કે હાલ તેઓ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર  જોવા મળી રહ્યા છે

આજા દિને સુનીલ શેટ્ટીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 29 વર્ષ થયા છે. તેમની પ્રથમ ફિલ્મ બલવાન આજના દિવસે રિલીઝ થઈ હતી. તેમનો જન્મ કર્ણાટકના મુલ્કીમાં 11 ઓગસ્ટ, 1961 ના રોજ થયો હતો તેમને લોકો અન્ના કરીને પણ ઓળખે છે..આજના આ દિવસે જ તેમની પ્રથમ ફિલ્મ બલવાન રિલીઝ થઈ હતી

અભિનેતા  સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે. વીતેલા મહિને જ સુનીલ શેટ્ટી 61 વર્ષના  થયા છે અને આ ઉંમરે પણ તેમણે પોતાની જાતને એકદમ ફિટ રાખી છે. જ્યારે સુનીલને તેની પહેલી ફિલ્મની ઓફર કરવામાં આવી ત્યારે કોઈ હિરોઈન તેમની સાથે કામ કરવા માંગતી ન હતી કારણ કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં નવો હતા.

90 ના દાયકાના સુપરસ્ટાર સુનીલ શેટ્ટી હવે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે તેમની પુત્રીએ આથિયા શેટ્ટીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. અભિનેતા હોવા ઉપરાંત સુનીલ એક સફળ બિઝનેસ મેન  પણ છે. તેમની પાસે ઘણા વૈભવી બંગલાઓ, રેસ્ટોરન્ટ્સ, ગાડીઓ અને ફાર્મ હાઉસ છે. સુનીલની પત્ની માના પણ બિઝનેસવુમન છે અને બિઝનેસમાં પતિને મદદ કરે છે.

સુનીલની પત્ની માના પણ એક ઈન્ટિરિયર ડિઝાઈનિંગ અને આર્કિટેક્ચર કંપની ધરાવે છે. તે એક NGO પણ ચલાવે છે. તેમની પાસે હોમ ડેકોર સ્ટોર પણ છે. માના તેના પતિ સુનીલનો બિઝનેસ મેનેજર પણ છે. જોકે સુનીલ શેટ્ટીએ ઘણી વખત ફિલ્મોમાં એક ધનિક બિઝનેસમેનની ભૂમિકા ભજવી છે, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેની કમાણી કોઈથી ઓછી નથી.તેઓ લેવિસ લાઈફ જીવી રહ્યા છે.

અભિનેતાને પ્રથમ ફિલ્મ બલવાન ફોટોશૂટના આધારે મળી હતી તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીને તેની પ્રથમ ફિલ્મ ‘બલવાન’ એક ફોટોશૂટના આધારે મળી હતી. સુનીલ શેટ્ટીએ સૌપ્રથમ બલવનમાં તેની બોડી બતાવી હતી અને લોકો તેને અનુસરવા લાગ્યા. તેમની બીજી ફિલ્મ ‘વક્ત હમારા હૈ’ હતી. સુનીલ શેટ્ટીએ ‘મોહરા’, ‘દિલવાલે’, ‘બોર્ડર’ સહિત 120 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ઘણા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલ્મ ‘ધડકન’ બાદ સુનીલ શેટ્ટી એક એવા સ્ટાર બન્યા જે ફિલ્મની ફિ પેઠે 8 કરોડ લેતા હતા.