Site icon Revoi.in

એક્ટર ટાઈગર શ્રોફે ફિલ્મ ‘ગણપથ’નું ટિઝર શેર કર્યું- જણાવી ફિલ્મ રિલીઝ થવાની ડેટ

Social Share

મુંબઈઃ- બોલિવૂડના સ્ટંટમેન તરીકે જાણીતા એક્ટર ટાઇગર શ્રોફે ગુરુવારે દેશી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કૂ પર ડેબ્યૂ કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. તેમણે પ્લેટફોર્મ પર જોડાતાની સાથે જ એક પોસ્ટ શેર કરી હતી.

આ પોસ્ટ શેર કરતા એક્ટર ટાઈગરે લખ્યું હતું કે ‘હાય મિત્રો, હું ખૂબ જ ખુશ અને ગર્વની લાગણી અનુભવું છું કે હું ભારતની બનેલી સોશિયલ મીડિયા એપ કુ નો એક હિસ્સો બની ગયો છું, કુ જે ઘણી ભાષાઓમાં ભારત સાથે જોડાય છે.’ આ સાથે જ ટાઇગર શ્રોફે તેની ફિલ્મ ગણપતનું તાજેતરમાં રિલીઝ થયેલું ટીઝર પણ આ એપ પર ચાહકો સાથે શેર કર્યું છે.

https://www.instagram.com/tigerjackieshroff/?utm_source=ig_embed&ig_rid=f4e2ca57-c6df-4c53-8cb9-188e79c94941

ટાઇગર શ્રોફે તેની શર્ટલેસ પ્રોફાઇલ ફોટો કૂ હેન્ડલ (TIiTIGERSHROFF) પર મૂક્યો છે. પ્રોફાઇલમાં તે પોતાનો આકર્ષક શર્ટલેસ અવતાર બતાવી રહ્યા છે, જેને તેના ચાહકો પણ પસંદ કરી રહ્યા છે. ચાહકોએ એપ પર તેમનું સ્વાગત  પણ કર્યું છે.

પોતાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર હાલમાં હીરોપંતી 2, ગણપથ અને રેમ્બો ફિલ્મોમાં જોવા મળશે, જેના માટે તેણે પોતાની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે.

આ ફિલ્મમાં  ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન જોડી હીરોપંતી ફરી એકવાર સાથે જોવા મળશે. થોડા સમય પહેલા, ટાઇગરે તેની આગામી ફિલ્મ ગણપથ સાથે સંબંધિત એક ખાસ વિડીયો શેર કર્યો છે.

ટાઇગર શ્રોફની આ ફિલ્મ ‘ગણપથ’ આવનાર વવર્ષે 23 ડિસેમ્બર 2022 ના રોજ રિલીઝ થશે. ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનની આ ફિલ્મ પ્રખ્યાત નિર્દેશક વિકાસ બહલ દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે. જ્યાં આજે આ વિડીયોમાં આ ફિલ્મ સાથે સંબંધિત ટાઇગર શ્રોફનો લુક પણ જોવા મળી રહ્યો છે