દિલ્હીઃ-બોલિવૂડની જાણતી અભિનેત્રી અને ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નઈની કોર્ટે 6 મહિનાની જેલ અને 5 હદજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જયા પ્રદા સામેનો આ કેસ ચેન્નઈના રોયાપેટ્ટાહ સ્થિત તેમના જ એક થિયેટર સાથે સંબંધ ઘરાવે છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ થિયેટરના કર્મચારીઓ દ્વારા જયા પ્રદા વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં જયા પ્રદાની સાથે તેમના બિઝનેસ પાર્ટનર્સ રામ કુમાર અને રાજા બાબુને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
જયા પ્રદા અને તેના બિઝનેસ પાર્ટનર્સ થોડા વર્ષો પહેલા ચેન્નાઈના રોયાપેટ્ટામાં મૂવી થિયેટર ધરાવતા હતા. પરંતુ નુકસાનને કારણે તેણે ત્યારે જ સિનેમા હોલ બંધ કરી દીધો હતો. જેના કારણે કર્મચારીઓને પણ તકલીફ પડી અને તેઓએ જયા પ્રદા અને તેના બિઝનેસ પાર્ટનર્સ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી.
જયાના થિયેટરનું સંચાલન તેના બિઝનેસ પાર્ટનર્સ રામ કુમાર અને રાજા બાબુ દ્વારા કરવામાં આવતું હતું. જ્યારે થિયેટર બંધ હતા ત્યારે મેનેજમેન્ટ તેના કર્મચારીઓને ESI એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન આપી શક્યું ન હતું. જે બાદ કર્મચારીઓએ કોર્ટમાં અરજી કરી હતી.જો કે જયા પ્રદાએ કોર્ટમાં કેસને ફગાવી દેવાની અપીલ કરતા કહ્યું કે તે તેના કર્મચારીઓને સંપૂર્ણ રકમ ચૂકવશે. પરંતુ શ્રમ સરકારી વીમા નિગમના વકીલે જયાની અપીલ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ જ કેસમાં જયા પ્રદા અને તેના બે બિઝનેસ પાર્ટનરને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે અને તમામને 5000 રૂપિયાનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે.