Site icon Revoi.in

સિનેગજતને હટકે ફિલ્મ આપનાર અભિનેત્રી ભૂમિ પેડનેકરનો બર્થડેઃ તેની ફિલ્મોએ સમાજને એક સારો મેસેજ આપ્યો

Social Share

મુંબઈઃ એક એવી અભિનેત્રી કે જેણે યશ રાજ ફિલ્મ્સમાં કાસ્ટિંગ ટીમમાં સતત છ વર્ષ સુધી કામ કર્યા બાદ  જેને  અભિનય કરવાની તક મળી ,જે  ભૂમિ પેડનેકર આજે 32 વર્ષની થઈ છે, 18 જુલાઈનો રોજ તે પોતાના બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. સુપર ટૂપર સ્ટાર અભિનેતા અક્ષય કુમાર સાથે કામ કરવાની ફરી તેને તક મળી છે, તેના જન્મ દિવસે તેનાથી મોટી બીજી કઈ ભેંટ હોઈ શકે.

મળતી માહિતી પ્રમાણે અક્ષય અને ભૂમિ, જેણે બ્લોકબસ્ટર ફિલ્મ ટોઇલેટ: એક પ્રેમ કથામાં સાથે કામ કર્યું હતું, ટૂંક સમયમાં નિર્માતા નિર્દેશક આાનંદ એલ રાયની ફિલ્મ ‘રક્ષાબંધન’માં  આ જોડી ફરી એકવખત ઘૂમ મચાવશે.

આ અપકમિંગ ફિલ્મ રક્ષાબંધનને લઈને ભૂમિ ખૂબ ઉત્સાહિત જોવા મળી છે તેણે કહ્યું કે , “આ પહેલા અમે એક ફિલ્મ કરી હતી જે સફળ રહી હતી જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને જેમાં સમાજ માટે મહત્વનો સંદેશ પણ હતો. તેથી સૌ પ્રથમ મને લાગે છે કે અમારી નવી ફિલ્મથી લોકોને વધુ અપેક્ષા છે. મને લાગે છે કે અક્ષય સર અને મને અને લોકોને ખબર છે કે જો આપણે સાથે મળીને કામ કરીશું તો તે અર્થપૂર્ણ અને મનોરંજન માટે પણ યોગ્ય રહેશે. ”

ભૂમિ પાસે આ દિવસોમાં સારી એવી ફિલ્મોનું લીસ્ટ જોવા મળએ છે,. કેટલીક નવી ફિલ્મોની જાહેરાત પણ ટૂંક સમયમાં કરશે. બધાઈ દો’ અને ‘મિસ્ટર લેલે’ જેવી ફિલ્મોમાં કામ કરી રહેલી ભૂમિએ ‘સોન ચિડિયા’, ‘દમ લગા કે હઈશા’, ‘બાલા’, ‘ટોઇલેટ એક પ્રેમ કથા’, ‘શુભ મંગલ સાવધાન ‘ ‘અને’ લસ્ટ સ્ટોરીઝ  જેવી સુપર હીટ ફિલ્મો આપી છે,

ઉલ્લેખનીય છે કે આ અભિનેત્રીએ દરેક ફિલ્મોમાં સમાજને એક સારો મેસેજ છોડ્યો છે, તે પછી દમ લગાકે હઈશામાં વેઈટ વધુ ધરાવતી મહિલાનો રોલ હોય અથવા તો બ્લેક યુવતીને લઈને થતા વિવાદ માટે બાલા ફિલ્મનો રો હોય ,આ પ્રકારની તેની ફિલ્મો ખૂબ વખાણ છે.તે સમાજને ખોટા રિત રિવાઝમાંથી બહાર લાવવાનું કાર્ય. કરે છે, આજ રીતે ટોઈલેટ ફિલ્મમાં પણ ઘરમાં જ સૌચાલય હોવાની તેની જીદ લોકોએ ખૂબ વખાણી છે, ભૂમિ તેની ફિલ્મોમાં કંઈક અલગ લઈને આવે છે જે દર્શકોને ખૂબ ગમે છે,