- એક્ટ્રેસ હિનાખાસ કોરોના પોઝિટિવ
- ઈન્સ્ટાગ્રામ પર આપી માહિતી
મુંબઈઃ- ઘર ઘરમાં યે રિશ્તા ક્યા કેહલાતા હે…થી જાણીતી બનેલી એક્ટ્રેસ હિના ખાને થોડા દિવસ પહેલાજ પોતાના પિતાને ગુમાવ્યા હતા હજુ તે અને તેનો પરિવાર પિતા ગુમાવ્યાના પોતાના દુખમાંથી બહાર આવ્યા નથી ત્યા તો હિના ખાનપર બીજુ મોટૂં સંકટ આવી પડ્યું છે.
વિતેલી રાતે હિના ખાને પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઇન્ટ પર એક માહિતી શેર કરી છે અને જણાવ્યું છે કે તેનો કોવિડ19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,
હિના ખાને લખ્યું છે કે, “મારા અને મારા પરિવાર માટે આ ખૂબજ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે,મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ડોક્ટરની સલાહથી હું હાલ હોમઆઈસોલેશન હેઠળ છું, અને દરેક જરુરી સાવચેતી લઈ રહી છું, મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને રિક્વેસ્ટ કરું છું કે તેઓ કોરોનાનો ટેસ્ટ કરાવી લે,મને તમારી પાર્થનાની જરુર છે, સુરક્ષિત રહો અને કાળજી રાખો”
ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા હિના ખાન કાશ્મીરમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે તેના પિતાનું નિધન થયું હતું, હિના સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે અને તે તેના પિતાની ખૂબજ નજીક હતી, તે તેના પિતાના સાથેના વીડિયો વાંરવાર પોસ્ટ કરતી રહેતી હતી.
સાહિન-