Site icon Revoi.in

અભિનેત્રી-સાસંદ હેમા માલિનીએ અયોધ્યા-કાશી બાદ મથુરામાં પણ ભવ્ય મંદિર બનાવાની વાત કહી, આજે કાશીની લેશે મુલાકાત

Social Share

 

દિલ્હીઃ- કાશીમાં વિશ્વનાથ કોરિડોરના કાયાકલ્પનો ઉલ્લેખ કરતા, ભારતીય જનતા પાર્ટીની  સાંસદ હેમા માલિનીએ રવિવારે કહ્યું કે અયોધ્યા અને કાશી બાદ, તેમના મતવિસ્તાર મથુરામાં પણ ભવ્ય મંદિર બનવું જોઈએ તેમણે આ વી આશા વ્યક્ત કરી હતી

વિતેલા દિવસને રવિવારના રોજ એભિનેત્રી અને સાંસદ એવા હેમા માલિનીએ ઈન્દોરમાં પત્રકારોને જણાવ્યું હતું કે રામજન્મભૂમિ અને કાશીના પુનઃસ્થાપન પછી સ્વાભાવિક રીતે મથુરા પણ ખૂબ મહત્વનું સ્થાન છે. અહીં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે તેઓ સોમવારે કાશી ની મુલાકાત લઈ રહ્યા છે.

આ સાથે જ તેણે કહ્યું કે પ્રેમ અને લાગણીના પ્રતિક એવા ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરાની સાંસદ હોવાના કારણે હું કહીશ કે ત્યાં એક ભવ્ય મંદિર હોવું જોઈએ. ત્યાં એક મંદિર પહેલેથી જ છે અને તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ વિકસીત કરી શકાય છે.તેમણે કહ્યું કે કાશી વિશ્વનાથનું કાયાકલ્પ અને પુનઃવિકાસ ખૂબ જ મુશ્કેલ હતું. આ મોદીજીનું વિઝન દર્શાવે છે. અયોધ્યા અને કાશી બાદ હવે તેમના મતવિસ્તાર મથુરામાં પણ ભવ્ય મંદિર બનશે.