Site icon Revoi.in

અભિનેત્રી જ્હાન્વી કપૂરનો જન્મ દિવસ,આ રીતે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

Social Share

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી જહાન્વી કપૂરનો આજે જન્મદિવસ છે.જહાન્વી કપૂરે વર્ષ 2018માં ફિલ્મ ધડકથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શ્રીદેવી તેની પુત્રીની પ્રથમ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા શ્રીદેવીનું નિધન થયું હતું. જહાન્વીને તેની ડેબ્યૂ ફિલ્મ માટે ઝી સિને બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ પણ મળ્યો હતો.

આ પછી જહાન્વીએ થોડો બ્રેક લીધો અને તે ફરીથી વર્ષ 2020માં ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી.તે હોરર ફિલ્મમાં વધારે કામ કરી શકી ન હતી, પરંતુ તે જ વર્ષે જહાન્વીની ફિલ્મ ગુંજન સક્સેના રિલીઝ થઈ હતી.આ ફિલ્મમાં જહાન્વીનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું

વર્ષ 2021 માં ફરી કોવિડ દરમિયાન જહાન્વીની ફિલ્મ રૂહી રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં હોરર કોમેડી જહાન્વીની એક્ટિંગમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો. જહાન્વીની એક્ટિંગને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળ્યો.

જહાન્વી પાસે હાલ 3 ફિલ્મો છે, પરંતુ તેમની રિલીઝ વિશે વધુ માહિતી સામે આવી નથી. તે દોસ્તાના 2, ગુડ લક જેરી, મિલીમાં જોવા મળશે.

જહાન્વી તેના અભિનયની સાથે સાથે તેની ગ્લેમરસ સ્ટાઈલથી પણ ખૂબ જ પ્રભાવિત છે. ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન બોલ્ડ લુકમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.