- કાજોલ આજે પણ સીમરન અને અંજલીથી ઓળખાય છે
- કુછ કુછ હોતા હે..ફિલ્મથી લોકોના દિલ જીત્યા
- ડિડિએલજે આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે
- સીમરન બનીને લોકોના દિલમાં આજે પણ રાજ કરે છે કાજોલ
મુંબઈઃબોલીવુડની નામાંકિત અને વર્ષોથી બોલિવૂડમાં હોવા છંત્તા આજે પણ એટલી જ જાણીતી અને ફ્રેશ લાગતી અભિનેત્રી કાજોલ 5 ઓગસ્ટના રોજ પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહી છે. કારકિર્દીની ટોચ પર લગ્ન કર્યા બાદ પણ ચાહકોના દિલમાં કાજોલ માટેનો પ્રેમ પહેલા જેટલો જ જોવા મળે છે.
અભિનેત્રી કાજોલની ગણતરી આજે હિન્દી સિનેમામાં ઉચ્ચ સ્થાને થાય છે. શાહરૂખ ખાન અને કાજોલની જોડી આજે પણ સિનેમા પ્રેમીઓમાં સૌથી પ્રિય કપલ છે. આ બંને એ બોલીવુડમાં એક સાથે ઘણી હિટ ફિલ્મો કરી છે. જન્મદિવસના ખાસ પ્રસંગે, આજે અમે તમને કાજોલ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું
બોલીવુડના પીઢ નિર્માતા-નિર્દેશક શોમુ મુખર્જી અને અભિનેત્રી તનુજાની કાજોલ પુત્રી છે. કાજોલની નાની બહેન અભિનેત્રી તનીષા છે. કાજોલ નાનપણથી જ જિદ્દી હતી. એકવાર તે જે પણ નક્કી કરી લે છે તે કરીને જ જંપે છે.
કાજોલની હિટ ફિલ્મ્સઃ-
કાજોલે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1992 માં આવેલી ફિલ્મ બેખુદી થી કરી હતી. આ પછી, કાજોલે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો અને મોટા પડદા પર પોતાની ઓળખ હંમેશા માટે બનાવી,ફિલ્મી સફરમાં કાજોલે બાઝીગર, કરણ અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, ગુપ્ત, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલવાલે અને તાનાજી સહિત અનેક શાનદાર ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.
કાજોલને શાહરૂખ અને શિલ્પા શેટ્ટી સાથે ફિલ્મ ‘બાઝીગર’ કરવાની તક મળી, જે દર્શકોને ખૂબ પસંદ આવી. કાજોલ 16 વર્ષની હતી જ્યારે તેણે પોતાની પહેલી ફિલ્મ સાઇન કરી હતી. તે શાળામાં ભણતી હતી પણ ફિલ્મોમાં કારકિર્દીને કારણે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. આટલી નાની ઉંમરે તેણે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી.
ડીડીએલજેને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છેઃ-
હિન્દી ફિલ્મો સિવાય કાજોલે પ્રભુદેવા અને અરવિંદ સ્વામી સાથે તમિલ ફિલ્મ ‘મિન્સારા કન્નવુ’માં કામ કર્યું હતું. કાજોલને સિનેમામાં તેના વિશેષ યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવી છે. ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે,,, માત્ર શાહરૂખ-કાજોલ માટે જ નહીં પણ હિન્દી સિનેમા જગતની સુપર ડૂપર હીટ ફિલ્મોમાંની એક ગણાય છે.
કાજોલને તેના અભિનય માટે અનેક એવોર્ડ્સ મળ્યા છે
આ સિવાય કાજોલને કુછ કુછ હોતા, કભી ખુશી કભી ગમ, ફના, માય નેમ ઈઝ ખાન માટે પણ ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. કાજોલની ફિલ્મ ગુપ્ત વર્ષ 1997 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેનું પાત્ર નકારાત્મક હતું. આ ફિલ્મ માટે તેણીને ફિલ્મફેર બેસ્ટ વિલન એવોર્ડ મળ્યો હતો. એટલું જ નહીં, કાજોલને વર્ષ 2011 માં પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.
પોતાની ફિલ્મો સિવાય કાજોલ પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. અભિનેતા અજય દેવગન સાથે લાંબી પ્રેમ કહાની પછી, વર્ષ 1999 માં તેની સાથે લગ્ન કર્યા. અજય દેવગન અને કાજોલની જોડી બોલિવૂડની શ્રેષ્ઠ જોડીમાંની એક ગણાય છે. આ બંને કલાકારોના બાળકો પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે. આ સહીત કાજોલનું મીણનું પૂતળું મેડમ તુસાદ સિંગાપોરમાં પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.
અજય દેવગને ખાસ રીકે વિશ કર્યું
આજના ખાસ દિવસે અજય દેવગને કાજોલને વિશ કર્યપું છે તેણે ખાસ પોસ્ટ કરીને ક્યૂટ કેપ્શન આપ્યું છે. તેણે લખ્યું, ‘જ્યારે તે ફોન કરે છે, ત્યારે હું ક્યારેય વધારો ચૂકતો નથી. હેપ્પી બર્થડે ડિયર કાજોલ.’ અજય દેવગનની આ પોસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.