Site icon Revoi.in

અભિનેત્રી કંગના રનૌતનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચીનથી હેક કરવામાં આવ્યું, કેટલીક પોસ્ટ થઈ ગાયબ,જાણો શું કહ્યું આ બાબતે કંગનાએ

Social Share

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અને ક્વિન ગણાતી કંગના રનૌત અવાર નવાર ચર્ચામાં જોવા મળે છે, તે પોતાની બેબાક બોલવાની અદાને લઈને સમાચારની હેડલાઈન બનતી રહેતી હોય છે ત્યારે ફરી એક વખત સોશિયલ મીડિયા બાબતે તે ચર્ચામાં આવી છે.

હવે કંગનાની તાજેતરની પોસ્ટએ બધાને આશ્ચર્યચકિત કર્યા. તેણે કહ્યું છે કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું છે. જે બાદ તેના ઈન્સ્ટા એકાઉન્ટમાંથી કેટલીક પોસ્ટ્સ પણ ગાયબ થઈ ગઈ છે. કંગનાએ આ સમગ્ર મામલાને ‘મોટુ આંતરરાષ્ટ્રીય કાવતરું’ ગણાવ્યું છે.

કંગના એ આ મામલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે. અને આ પોસ્ટમાં  તેણે લખ્યું છે કે, ‘ વિતેલી રાતે મારા ઇન્સ્ટાગ્રામ પર એલર્ટ મળ્યું કે ચીનથી કોઈએ મારું એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર બાદ આ એલર્ટ તરત જ અદૃશ્ય થઈ ગયું અને સવારે મેં જોયું કે તાલિબાન પર જેટલી પણ પોસ્ટ્સ  મેં ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી હતી તે બધી જ ગાયબ થઈ ગઈ હતી. જ્યારે મેં ઈન્સ્ટાગ્રામના લોકો સાથે વાત કરી, ત્યાર બાદ મારું એકાઉન્ટ ડિસેબલ થઈ ગયું, હું તેને જોઈ શકું પણ જો હું કંઈક લખવાનો પ્રયત્ન કરું તો મારું એકાઉન્ટ લોગ આઉટ થઈ જાય છે.

કંગનાએ આગળ લખ્યું- ‘મેં મારી બહેનનો ફોન લઈને આ સ્ટોરી શેર કરી છે, તેણે તેના ફોન પર મારું એકાઉન્ટ પણ ખોલ્યું હતું. આ એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું છે … તેના પર વિશ્વાસ કરી શકાતો નથી. એક તરફ કંગના ખૂબ જ પરેશાન દેખાય છે, તો બીજી તરફ તેના ચાહકો પણ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. વઉલ્લએખનીય છે કે હાલ કંગના ઘાકડની તૈયારીમાં વ્યસ્ત જોવા મળી રહી છે