અભિનેત્રી કેટરિના કૈફની ફિલ્મ ‘મેરી ક્રીસમસ’ એ રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની કમાણી, OTTને વેચ્યા આટલા કરોડમાં રાઈટ્સ
બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફની અપકમિંગ ફિલ્મ મેરી ક્રિસમસ ખૂબ ચર્ચામાં છે તેમની આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રહા જોઈ રહ્યા છે, મેરી ક્રિસમસ ફિલ્મમાં અભિનેત્રી કેટરીના સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની સામે ભૂમિકા ભજવતી જોવા મળશે.
. કેટરીનાની આ ફિલ્મ પહેલા ડિસેમ્બર 2022માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડિસેમ્બર 2023 સુધી ટાળી દેવામાં આવી છે. તે જ સમયે, હવે ફિલ્મના OTT અધિકારોના વેચાયા હોવાની માહિતી પણ સામે આવી છે. ઉપરાંત, તેની ડીલની ફી એટલી છે કે ફિલ્મે તેનો ખર્ચ એડવાન્સમાં જ વસુલી લીઘો છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર નેટફ્લિક્સે ‘મેરી ક્રિસમસ’ના ડિજિટલ રાઈટ્સ ખરીદી લીધા છે. આ સાથે પ્લેટફોર્મે આ માટે મોટી રકમ પણ ચૂકવી છે. નિર્માતાઓએ નેટફ્લિક્સ સાથે 60 કરોડ રુપિયામાં OTT ડીલ કરી છે. આ રીતે, ડાયરેક્ટ OTT રિલીઝ ન હોવા છતાં, 60 કરોડ રૂપિયા આ સોદા માટે ખૂબ જ સારી રકમ માનવામાં આવે છે. તે જ સમયે, ‘મેરી ક્રિસમસ’ના સેટેલાઇટ અધિકારોની ડીલ હજુ બાકી છે.
. જ્યારથી ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની જાહેરાત કરી છે ત્યારથી તેને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. કેટરીના ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. ટિપ્સ ફિલ્મ્સ અને મેચબોક્સ પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ . મેરી ક્રિસમસનું શૂટિંગ અલગ-ચેઅલગ સપોર્ટિંગ કાસ્ટ સાથે બે ભાષાઓમાં કરવામાં આવ્યું છેખાસ કરીને આ ફિલ્મ હિન્દી ભાષામાં સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કન્નન અને ટીનુ આનંદ છે, જ્યારે તમિલ સંસ્કરણમાં રાધિકા સરથકુમાર, ષણમુગરાજા, કેવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.