Site icon Revoi.in

અભિનેત્રી કેટરિના કૈફની ફિલ્મ ‘મેરી ક્રીસમસ’ એ રિલીઝ પહેલા જ કરી લીધી કરોડોની કમાણી, OTTને વેચ્યા આટલા કરોડમાં રાઈટ્સ

Social Share

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફની અપકમિંગ ફિલ્મ મેરી ક્રિસમસ ખૂબ ચર્ચામાં છે તેમની આ ફિલ્મને લઈને દર્શકો આતુરતાથી રહા જોઈ રહ્યા છે, મેરી ક્રિસમસ  ફિલ્મમાં અભિનેત્રી કેટરીના સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિની સામે ભૂમિકા ભજવતી જોવા મળશે.

. કેટરીનાની આ ફિલ્મ પહેલા ડિસેમ્બર 2022માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડિસેમ્બર 2023 સુધી ટાળી દેવામાં આવી છે. તે જ સમયે, હવે ફિલ્મના OTT અધિકારોના વેચાયા હોવાની માહિતી પણ સામે આવી છે. ઉપરાંત, તેની ડીલની ફી એટલી છે કે ફિલ્મે તેનો ખર્ચ એડવાન્સમાં જ વસુલી લીઘો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર નેટફ્લિક્સે ‘મેરી ક્રિસમસ’ના ડિજિટલ રાઈટ્સ ખરીદી લીધા છે. આ સાથે પ્લેટફોર્મે આ માટે મોટી રકમ પણ ચૂકવી છે. નિર્માતાઓએ નેટફ્લિક્સ સાથે 60 કરોડ રુપિયામાં OTT ડીલ કરી છે. આ રીતે, ડાયરેક્ટ OTT રિલીઝ ન હોવા છતાં, 60 કરોડ રૂપિયા આ સોદા માટે ખૂબ જ સારી રકમ માનવામાં આવે છે. તે જ સમયે, ‘મેરી ક્રિસમસ’ના સેટેલાઇટ અધિકારોની ડીલ હજુ બાકી છે.

. જ્યારથી ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મની જાહેરાત કરી છે ત્યારથી તેને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. કેટરીના ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે.  ટિપ્સ ફિલ્મ્સ અને મેચબોક્સ પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ . મેરી ક્રિસમસનું શૂટિંગ અલગ-ચેઅલગ સપોર્ટિંગ કાસ્ટ સાથે બે ભાષાઓમાં કરવામાં આવ્યું છેખાસ કરીને આ ફિલ્મ હિન્દી ભાષામાં સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કન્નન અને ટીનુ આનંદ છે, જ્યારે તમિલ સંસ્કરણમાં રાધિકા સરથકુમાર, ષણમુગરાજા, કેવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ શ્રીરામ રાઘવને પ્રોડ્યુસ કરી છે. તાજેતરમાં, ફિલ્મના નિર્માતાઓએ વિજય સેતુપતિ અને કેટરિના કૈફ દર્શાવતું પોસ્ટર રિલીઝ કર્યું હતું. પોસ્ટર રિલીઝ થયા બાદથી જ ફિલ્મ માટે ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. આ ફિલ્મ 15 ડિસેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.