એક્ટ્રેસ મલાઈકા અરોરાનો આજે 48મો જન્મદિવસ – અર્જુન કપુરે રોમેન્ટિક ફોટો શેર કરીને કર્યું વિશ
- મલાઈકા અરોરાનો 48મો જન્મદિવસ
- અર્જુન કપુરે બર્થડે પર ખાસ ફોટો કર્યો શેર
મુંબઈઃ- બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરો આજે પોતાના 48 મો જન્મદિવસ મનાવી રહી છે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બી-ટાઉનમાં સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંથી એક છે.મીડિયામાં આ બન્નેની વાતો અવારનવાર હેડલાઈન બનતી હોય છે. ત્યારે આજના આ ખાસ દિવસે અર્જુન કપૂરે મલાઈકા સાથેનો એક રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં મલાઈકા અને અર્જુન ક્લોઝ જોવા મળી રહ્યા છે જ્યારે અર્જુન કેમેરા તરફ જોઈ રહ્યો છે. આ સાથે અર્જુને ઘણા કેપ્શન લખ્યા છે.
અર્જુન કપૂરે ખાસ કેપ્શન લખ્યું છે, તેણે લખ્યું છે કે, ‘આ દિવસ હોય કે અન્ય કોઈ દિવસ હું ઈચ્છું છું કે તમે હંમેશા હસતા રહો. આશા છે કે આ વર્ષે સૌથી સ્મિત વાળું રહેશે.
આ સાથે મલાઈકાએ કોમેન્ટ સેક્શનમાં લખ્યું- ‘એ વાત સ્પષ્ટ છે કે હું આ ફોટોમાં મારા ચહેરા પર સ્મિત લાવવામાં સફળ રહી.’ મલાઈકાની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપૂરે લખ્યું, ‘મને આ ફોટોમાં ક્રેડિટ જોઈએ છે અર્જુન કપૂર જી.’ કરીનાએ સ્પષ્ટ કર્યું કે તેણે ઓ ફોટો ક્લિક કર્યો છે,તેમના સિવાય રિયા કપૂર, દિયા મિર્ઝા, બિપાશા બાસુ, મનીષ મલ્હોત્રા, તારા સુતારિયા, એશા ગુપ્તા, અમૃતા અરોરા સહિત અન્ય લોકોએ હાર્ટ ઈમોટિકોન્સ પોસ્ટ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
મલાઈકા અને અર્જુન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. શરૂઆતમાં તેણે પોતાના સંબંધોને ખાનગી રાખ્યા હતા. જો કે હવે સત્તાવાર રીતે તેઓ એ ઘણી વખત બન્ને પ્રમેની ખુલ્લે આમ જાહેરાત કરી છે ,દર્શકો આ જોડીને ખૂબ વખાણી રહ્યા છે.