અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ની એક્ટ્રેસ મૃણાલ ઠાકોર કોરોના પોઝિટિવ – ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી
- મૃણાલ ઠાકોરને થયો કોરોના
- પોસ્ટ શેર કરીને આપી જાણકારી
મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાએ બોલસિવૂડમાં પણ પગપેસારો કરી દીધો છે, થોડા દિવસો પહેલા કરીના કપૂર ત્યાર બાદ અર્જૂન કપૂર ,અમૃતા અરોરા,નોરા ફેતહી કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારે હવે બોલિવૂડની એક્ટ્રેસ મૃણાલ ઠાકોરને પમ કોરોના થયો છે.
કોરોના પોઝિટિવ હોવાની વાત મૃણાલે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી લખીને આ પોસ્ટ કરી છે. તેણે જણાવ્યું કે તેનામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તે હાલમાં સ્વસ્થ જોવા મળે છે.
કોરોના પોઝિટિવ મામલે ઈન્સ્ટા પર મૃણાલે લખ્યું છે કે- ‘મારો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં હળવા લક્ષણો જોવા મળ્યા છે પણ હું હાલ સ્વસ્થ અનુભવું છું. મેં મારી જાતને ક્વોરોન્ટાઈન કરી લીધી છે. હું મારા ડૉક્ટર અને હેલ્થ પ્રોફેશનલ દ્વારા આપવામાં આવેલા નિયમોનું પાલન કરું છું. જો તમે મારા સંપર્કમાં આવ્યા છો, તો તમને વિનંતી કરુ કે તમે તાત્કાલિક પરીક્ષણ કરાવો. બધા સુરક્ષિત રહો.’
ઉલ્લેખનીય છે કે શાહીદ કપૂર સ્ટાર ફિલ્મ જર્સીમાં મૃણાલ ઠાકર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, આ પેહલા કે ઋતિક રોશન સાથે સુપર 30 માં અને ફિલ્મ ઘમાકામાં પણ જોવા મળી છે, તેની અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ 31 ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની હતી પરંતુ કોરોનાના વધતા કેસને કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે.