1. Home
  2. ગુજરાતી
  3. એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પતિ નિક અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં ભગવાન રામલલાના કર્યા દર્શન
એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પતિ નિક અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં ભગવાન રામલલાના કર્યા દર્શન

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પતિ નિક અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં ભગવાન રામલલાના કર્યા દર્શન

0
Social Share

અયોધ્યા: અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બુધવારે પોતાના પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી જોનસ સાથે શ્રીરામજન્મભૂમિ અયોધ્યા પહોંચીને રામલલાના દર્શન કર્યા હતા. અહીં રમાલલાના દર્શન કરીને તેમણે સુખસમૃદ્ધિ માટેની કામના કરી હતી. રામમંદિરમાં દર્શન-પૂજા બાદ પ્રિયંકા ચોપડાએ મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા પહોંચીને ઘણું સારું લાગ્યું. રામમંદિર ઘણું દિવ્ય અને ભવ્ય છે.

અમેરિકાના સિંગર નિક જોનસ સાથે લગ્ન બાદ પ્રિયંકા ચોપડા અમેરિકામાં જ રહે છે. એક બ્રાન્ડ પ્રમોશન માટે તે હાલ ભારતમાં છે. વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ પ્રિયંકા ચોપડા પતિ અને પુત્રી સાથે અયોધ્યા પહોંચી અને રામલલાના પરિવાર સાથે દર્શન કર્યા. પ્રિયંકા ચોપડાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશયલ મીડિયા પર તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.

પ્રિયંકા ચોપડા તાજેતરમાં ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં પણ જોવા મળી હતી. ત્યાં તેની આકર્ષક ડ્રેસ ડિઝાઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ અયોધ્યામાં રામમંદિરમાંથી પ્રિયંકા ચોપડાની જે તસવીરો સામે આવી છે, તેમાં તે ભારતીય પરિધાન પીળી સાડીમાં પહોંચી છે. પ્રિયંકાના પતિ નિક પણ ઈન્ડિયન ટ્રેડિશનલ ડ્રેસ એટલે કે કુર્તા-પાયજામામાં સજ્જ હતા.

પ્રિયંકા ચોપડાની પુત્રી માલતી પણ ટ્રેડિશનલ કપડામાં ઘણી ક્યૂટ લાગી રહી છે. માલતીને તેડીને પ્રિયંકા ચોપડા દ્વારા પૂજારી પાસે તિલક લગાવતી તસવીર પણ વાયરલ થઈ રહી છે. તેનો આ દેશી અંદાજ ફેન્સને પણ ઘણો પસંદ આવ્યો છે. સોશયલ મીડિયા પર કોમેન્ટ્સ કરીને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે. પ્રિયંકાના માતા મધુ પણ રામલલાના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે લાલ રંગની સાડી પહેરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code