અભિનેત્રી શેફાલી શાહને થયો કોરોના – ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી
- શેફાલી શાહને થયો કોરોના
- અભિનેત્રીએ સોસિયલ મીડિયા પર માહિતી આપી
મુંબઈઃ– દેશભરમાં કોરોનાનાન કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે અનેક નેતાઓથી લઈને સેલિબ્રિટિઓ પણ કોરોના સંક્રમિત થતા જોવા મળી રહ્યા છે ,ત્યારે હવે બોલિવૂડની જાણીતી અભિનેત્રી શેફાલી શાહ કોરોનાની ઝપેટમાં આવી છે તેણએ સોસિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.
આજરોજ બુધવારે માહિતી આપી કે તેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારબાદ તેઓ પોતે ક્વોરેન્ટાઈન થી ગયા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શેફાલીએ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન એવોર્ડ્સ 2022માં પ્રાઇમ વિડિયો ફિલ્મ “જલસા” માટે શ્રેષ્ઠ અભિનેત્રીની ટ્રોફી જીતી છે.
https://www.instagram.com/shefalishahofficial/?utm_source=ig_embed&ig_rid=c45ac1c9-982a-4671-8317-341d639a5583
તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મને કોરોના ચેપ લાગ્યો છે, જેના કારણે મેં તરત જ મારી જાતને આઈસોલેટ કરી લીધી છે. હું ડૉક્ટરના કહેવા મુજબ તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છું. મારી વિનંતિ છે કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ તાત્કાલિક કોરોનાની તપાસ કરાવવી જોઈએ.