Site icon Revoi.in

પોર્નોગ્રાફી કેસમાં સંડોવણીનો અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કર્યો ઈન્કાર, રાજ કુંદ્રાને પણ ગણાવ્યાં નિર્દોશ

Social Share

મુંબઈઃ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેશ મેન રાજ કુંદ્રાની પત્ની અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસે પૂછપરછમાં કહ્યું હતું કે, પોર્ન એપ અને પોર્ન ફિલ્મ વિશે કંઈ ખબર નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટીએ આ પ્રકરણમાં પતિ રાજ કુંદ્રાને પણ નિર્દોશ ગણાવ્યાં હતા. તેમજ કહ્યું કે, એરોબિક ફિલ્મ બનાવતા હતા. અભિનેત્રીએ કુંદ્રાના બનેવી પ્રદીપ બક્ષી પર શંકા વ્યક્ત કરી છે. જે બ્રિટેનમાં કુંદ્રાના વ્યવસાયમાં ભાગીદાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ કુંદ્રાના પોલીસ રિમાન્ડ તા. 27મી જુલાઈ સુધી વધાર્યાં બાદ પોલીસની ટીમ રાજ કુંદ્રાને લઈને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પૂછપરછ માટે તેમના જુહુ સ્થિત બંગલે પહોંચી હતી. લગભગ છ કલાક પતિ-પત્નીને સામ-સામે બેસાડીને પોલીસે પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે. ઘરની તપાસ દરમિયાન કેટલાક ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી હતી. અધિકારીઓએ શિલ્પા શેટ્ટીને કેટલાક સવાલ કર્યાં હોવાનું પણ જાણવા મળે છે. અભિનેત્રીને પોલીસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નો આ પ્રમાણે હોવાનું જાણવા મળે છે.

મુંબઈ પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર, શિલ્પા શેટ્ટીને પોર્નોગ્રાફી કેસમાં પોતાની ભાગીદારીનો ઈન્કાર કર્યો હતો. તેમજ પોર્ન એપ અને પોર્ન ફિલ્મ મામલે કોઈ જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, આ કેસમાં રાજ કુંદ્રા નિર્દોશ છે. લંડનમાં બેઠેલા રાજ કુંદ્રાના સંબંધીની સંડોવણી હોવાની શયકતા વ્યક્ત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, રાજ કુંદ્રા એરોબિક ફિલ્મ બનાવતા હતા.

પ્રદીપ લંડન સ્થિત કેનરિન પ્રોડક્શન હાઉસના ડાયરેક્ટર છે અને 16 વર્ષથી આ ફર્મ ચાલી રહ્યું છે. ફર્મ વીડિયો પ્રોડક્શન એક્ટિલવિટીઝ અને ટેલિવિઝન પ્રોગ્રામિંગમાં જોડાયેલું છે. પ્રદીપ બક્ષી સાળા રાજ કુંદ્રાની આ કંપનીમાં અપરોક્ષ રીતે ભાગીદાર અને રોકાણકાર છે.

(Photo – Social Media)