- શ્રદ્ધા કપૂરના ભાઈને મળ્યા જામીન
- સિદ્ધાંતને 24 કલાકમાં જ જામીન મળ્યા
- ડ્રગ્સ લેવાના આરોપમાં પોલીસે કરી હતી ધરપકડ
મુંબઈ:બેંગલુરુની એક હોટલમાં ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરાયેલા સિદ્ધાંત કપૂરને જામીન મળી ગયા છે.સિદ્ધાંત કપૂર બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે.સોમવારે સિદ્ધાંત કપૂર ડ્રગ્સ લેવાનો મામલો સામે આવ્યો હતો.મેડિકલ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઈ હતી.સિદ્ધાંત કપૂર સાથે અટકાયતમાં લેવાયેલા અન્ય ચાર લોકોને પણ જામીન મળી ગયા છે.ડીસીપી ઈસ્ટ ઝોન બેંગલુરુ ડૉ. ભીમાશંકર ગુલેડે જણાવ્યું હતું કે, “તમામ 5ને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે તેઓ પોલીસ સમક્ષ હાજર થશે.
અગાઉ સિદ્ધાંત કપૂરની પોલીસે અટકાયત કરી હતી.અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની બેંગલુરુની એક હોટલમાં પાર્ટી દરમિયાન ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવી. સિદ્ધાંત કપૂરની સાથે અન્ય ચાર લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી. ડીસીપી ઈસ્ટ ઝોન બેંગ્લોર ડો. ભીમાશંકર એસ ગુલેડે પુષ્ટિ કરી છે કે,બોલિવૂડ એક્ટર શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે ડ્રગ્સનું સેવન કર્યું હતું. તેના બ્લડ સેમ્પલના રિપોર્ટમાં ડ્રગ્સ લેવાનો મામલો સામે આવ્યો છે.
કથિત રીતે ચાલી રહેલી આ પાર્ટીમાં લગભગ 35 લોકો હાજર હતા.પાર્ટીમાં અભિનેતા સિદ્ધાંતને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.તમામની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.જે બાદ અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત પાંચ લોકો ડ્રગ્સનું સેવન કરતા હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે પાર્ટીમાંથી સાત એક્સ્ટસી ગોળીઓ અને ગાંજાના પેકેટ પણ જપ્ત કર્યા છે.
વર્ષ 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદથી ડ્રગ્સના કેસમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારોના નામ સતત સામે આવી રહ્યા હતા.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સંબંધમાં કથિત રૂપે ડ્રગ્સ રાખવા બદલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પૂછપરછ કરવામાં આવેલી અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ હતી.જો કે, આ સમયગાળા દરમિયાન કંઈ સાબિત થયું ન હતું.