Site icon Revoi.in

સાવરિયાથી બોલિવુડમાં એન્ટ્રી કરનારી અને નીરજાથી સૌનું દિલ જીતનાર અભિનેત્રી સોનમ કપૂરનો આજે 36 મો જન્મદિવસ

Social Share

મુંબઈ : સાવરિયાથી બોલિવુડમાં એન્ટ્રી કરનારી અને નીરજા,રાંજણાથી સૌનું દિલ જીતનાર અભિનેત્રી સોનમ કપૂર આજે તેનો 36 મો જન્મદિવસ મનાવી રહી છે. સોનમ કપૂરનો જન્મ 9 જૂન 1985 માં મુંબઇમાં થયો હતો. સોનમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના પતિ આનંદ આહુજા સાથે ક્યુટ-રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. સોનમ અને આનંદની લવ સ્ટોરી કોઈ બોલિવુડ ફિલ્મથી ઓછી નથી.

સોનમ કપૂરે વર્ષ 2007 માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાવરિયાથી કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં આ અભિનેત્રી સાથે રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હતો. સોનમ કપૂરનું નામ આજે બોલિવુડની એ-લિસ્ટર અભિનેત્રીઓમાંનું એક છે. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે સોનમ કપૂર ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી.

ખરેખર સોનમ કપૂર લેખક અને દિગ્દર્શક બનવા માંગતી હતી. જેના કારણે તે મુંબઇ પરત આવી અને સંજય લીલા ભણસાલી સાથે અસિસ્ટેન્ટ તરીકે કામ શરૂ કર્યું. 2005 માં સોનમે રાની મુખર્જીની ફિલ્મ ‘બ્લેક’માં અસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. સોનમ લેખક બનવાનું સ્વપ્ન લઈને આવી હતી, પરંતુ સંજય લીલા ભણસાલી તેને અભિનેત્રી બનાવવા ઈચ્છતા હતા. સોનમને ‘સાવરિયા’ માટે મનાવવામાં લગભગ દોઢ વર્ષ લાગ્યું હતું.

સોનમ કપૂરે તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં લગભગ 23 જેટલી ફિલ્મો કરી છે, જેમાંથી તેણીની 11 ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે. તેમ છતાં, તેણે તેની ફિલ્મી સફરમાં 6 શ્રેષ્ઠ ફિલ્મો આપી, તે બોલિવુડની સુપરહિટ અભિનેત્રીની સૂચિમાં સામેલ થઈ. તેમની શ્રેષ્ઠ મૂવીઝમાં નીરજા, રાંજના, ભાગ મિલ્ખા ભાગ, વીરે દી વેડિંગ, પ્રેમ રતન ધન પાયો અને પેડમેન સામેલ છે. ‘નીરજા’ સોનમ કપૂરની કારકિર્દીની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ માટે તેમને રાષ્ટ્રીય એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી. સોનમ કપૂરે બિઝનેસમેન આનંદ આહુજા સાથે  વર્ષ 2018 માં  લગ્ન કર્યા હતા અને હાલમાં તેઓ ન્યૂયોર્કમાં રહે છે.