Site icon Revoi.in

 અભિનેત્રી વિદ્યા બાલનનો આજે જન્મદિવસઃ વિદ્યાની એક ફિલ્મ ફ્લોપ જતા તેને મનહૂસ કહેવામાં આવી હતી, ‘ઘ ડર્ટિ પિક્ચર’થી મળી ખાસ ઓળખ

Social Share

 

બોલિવૂડમાં વિદ્યા બાલન એ અભિનેત્રીઓમાં સામેલ થાય છે કે જેણે ફિલ્મોમાં આવતા પહેલા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો,ફિલ્મોમાં ગંભીર અભિનય માટે જાણીતી વિદ્યા બાલનનો આજે જન્મદિવસ છે. વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં થયો હતો. સાતમા ધોરણમાં ભણતી વખતે જ્યારે વિદ્યા બાલને માધુરી દીક્ષિતને ફિલ્મ ‘તેઝાબ’માં ડાન્સ કરતી જોઈ ત્યારે તેણે અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું.

માત્ર વિદ્યાએ 16 વર્ષની ઉંમરે એકતા કપૂરની ટીવી સિરિયલ હમ પાંચથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ વિદ્યા તેની કરિયર ફિલ્મોમાં બનાવવા માંગતી હતી. મલયાલમ અને તમિલ ફિલ્મોમાં ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તે નિષ્ફળ ગઈ.લોકો તેને મનહૂસ માનતા હતા

જ્યારે વિદ્યા બાલન શરૂઆતમાં ફિલ્મોમાં અભિનય કરવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેને દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા મોહનલાલ સાથે મલયાલમ ફિલ્મમાં કામ કરવાની તક મળી. જો કે, આ ફિલ્મ કોઈ કારણસર અટકી ગઈ હતી અને આ માટે વિદ્યા બાલનને જવાબદાર ઠેરવવામાં આવી હતી અને તેને મનહૂસનું બિરુદ ત્યાથી મળ્યું

જો કે તેણે ક્યારેય પાછુ ફરીને જોયું નથી તેણે તેનો સંઘર્ષ શરુ જ રાખ્યો છેવટે વિદ્યા બાલને 2005માં આવેલી ફિલ્મ પરિણીતાથી અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો’પરિણીતા’ ફિલ્મ પછી ઘણુ બદલાઈ ગયું. ‘હે બેબી’ અને ‘કિસ્મત કનેક્શન’ ફિલ્મોમાં તેના વધતા વજન અને વિદ્યાના આઉટફિટ માટે તેણીની ભારે ટીકા થઈ હતી. આનાથી વિદ્યા એટલી નિરાશ થઈ ગઈ કે તેણે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો.વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’એ વિદ્યાની કિસ્મત બદલી નાખી. 

આ ફિલ્મ બાદ એક પછી એક બોલિવૂડની ફિલ્મો કરી જેમાં ‘ભૂલ ભુલૈયા’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘પા’, ‘કહાની’, ‘ઈશ્કિયા’, ‘મિશન મંગલ’, ‘તુમ્હારી સુલુ’, ‘શકુંતલા દેવી’ અને ‘શેરની’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે, પરંતુ તેની કારકિર્દીની સાચી ઓળખ તેને વર્ષ 2011માં મિલન લુથરિયાની ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માંથી મળી છે એમ કહીએ  તો ખોટૂ ન કહેવાય. આ માટે વિદ્યાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે વિદ્યાએ 2012માં ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે તે લગભગ 188 કરોડની માલિક છે.