Site icon Revoi.in

એક્ટ્રેસ યામી ગૌતમનો આજે જન્મદિવસ,’વિકી ડોનર’થી બોલિવૂડમાં મારી હતી એન્ટ્રી

Social Share

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમનો આજે  જન્મદિવસ છે.તેનો  જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો અને તેનું બાળપણ ચંદીગઢમાં વિત્યું હતું. તેના પિતા મુકેશ ગૌતમ છે, જે પંજાબી ફિલ્મ નિર્દેશક છે. તેની સુરીલી ગૌતમ નામની એક બહેન પણ છે અને તે ફિલ્મોમાં કામ કરે છે. તેણે મોટા પડદે પંજાબી ફિલ્મ ‘પાવર કટ’થી ડેબ્યૂ કર્યું હતું. યામીએ લોમાંથી હોનર્સની ડિગ્રી મેળવી હતી.

યામીએ ટીવી પર ઘણું કામ કર્યું છે. એડ ફિલ્મ્સમાં પણ જોવા મળી હતી. તેણી ચાંદ કા પાર ચલો, રાજકુમાર આર્યન, યે પ્યાર ના હોગા કમ, મીઠી છૂરી અને સીઆઈડીના એપિસોડમાં પણ જોવા મળી હતી. ફેર એન્ડ લવલીની એડથી તેને ઘણી ઓળખ મળી હતી.

યામી ગૌતમે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ઉલ્લાસા ઉત્સાહાથી કરી હતી. તે કન્નડ ફિલ્મ હતી. આ પછી તેણે પંજાબી ફિલ્મ ‘એક નૂર’માં કામ કર્યું. તેણે ‘વિકી ડોનર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાએ પણ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન સુજીત સરકારે કર્યું હતું.

આ પછી યામી ગૌતમની કારકિર્દીમાં તેજી આવી, તેને મોટી ફિલ્મો મળવા લાગી. ટોટલ સિયાપા, એક્શન જેક્સન, બદલાપુર, સનમ રે, જુનૂનિયાત, કાબિલ, સરકાર 3, બત્તી ગુલ મીટર ચાલુ, ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક, બાલા અને આ વર્ષે તે ભૂત પોલીસમાં જોવા મળી હતી. તેની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. તે અભિષેક બચ્ચન સાથે ‘દસવી’માં જોવા મળશે.