ફિલ્મ આર્ટિકલ 370ની ટીપ્પણી કરનારાઓને અભિનેત્રી યામી ગૌત્તમે આપ્યો કરારો જવાબ
મુંબઈઃ યામી ગૌતમ હાલ તેની ફિલ્મ આર્ટિકલ 370ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો અને ક્રિટીક્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. કલમ 370 ના રિલીઝ પછી, યામીએ ચાહકો માટે એક મહત્વપૂર્ણ મેસેજ લખ્યો છે. યામીએ આ ફિલ્મ વિશે પોતાની ફીલિંગ્સ શેર કરી છે. તેણે કહ્યું કે ઘણા લોકોએ તેને કહ્યું હતું કે દર્શકોને આ ફિલ્મ પસંદ નહીં આવે.
• લોકોને ભરોસો ન હતો
યામીએ લખ્યું, ‘જ્યારે અમે કલમ 370 બનાવી રહ્યા હતા ત્યારે ઘણા લોકોએ અમને કહ્યું કે ઓડિયન્સને ફિલ્મ પસંદ નહીં આવે. આ ખૂબ જ તકનીકી છે. ઘણા પાર્લિટિકલ જાર્ગન હતા. પણ અમે અમારી હિંમતથી આગળ વધ્યા. અમે જાણીએ છીએ કે આ લોકો અમારા ઓડિયન્સ ઓછો આંકે છે. ઓડિયન્સનો આભાર, તમે તેમને ખોટા સાબિત કર્યા.’
• યામીએ કહ્યું થેંક્યૂ
યામીએ આગળ કહ્યું, ‘અમારી આ નાની ફિલ્મને આટલો પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમારા આભારી છીએ અને આ માટે હંમેશા તમારા આભારી રહીશું. જય હિન્દ.’
• ફિલ્મની સ્ટોરી
આર્ટિકલ 370 વિશે જણાવીએ કે તેમાં યામીએ જુની હક્સરનું કિરદાર નિભાવ્યું છે જે એક ઈંન્ટેલિજેન્સ ઓફીસર છે. આ ફિલ્મની સ્ટોરી કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો રદ કરવાની મહત્વપૂર્ણ ઘટનાની આસપાસ ફરે છે. ફિલ્મમાં યામી સિવાય પ્રિયામણી, અરુણ ગોવિલ અને કિરણ કરમરકર પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય સુહાસ જાંભલેએ કર્યું હતું.