Site icon Revoi.in

અદાણી અંબુજા સિમેન્ટનો ગ્રામીણ ભારતના ઉત્થાનમાં સિંહફાળો, 77% પ્લેસમેન્ટ સાથે 17000થી વધારે યુવાધનને રોજગારલક્ષી તાલીમ મળી

Social Share

અદાણી ગ્રુપ સંચાલિત અંબુજા સિમેન્ટની સેવાલક્ષી પ્રવૃત્તિઓ ગ્રામીણ ભારતના ઉત્થાનમાં સિંહફાળો આપી રહી છે. રોજગારલક્ષી કૌશલ્યવર્ધન કાર્યક્રમ હેઠળ ગ્રામીણ યુવાધન આત્મનિર્ભર બની રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમ હેઠળ 17000+  યુવાનોને સફળતાપૂર્વક રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી છે. યુવાધનને Skill & Entrepreneurship Development Institutes (SEDI) દ્વારા આત્મનિર્ભર થવા પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સફળ તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ તેમજ ઉદ્યોગ સાહસિક બનવા પુરતી મદદ કરવામાં આવે છે.

અંબુજા સિમેન્ટની સામાજીક પ્રવૃત્તિઓની પહેલ હેઠળ 17139 થી વધુ ગ્રામીણ યુવાનોને કૌશલ્ય કાર્યક્રમમાં પ્રશિક્ષિત કરી તેમના પરિવારોને ગરીબીમાંથી બહાર લાવવાનો માર્ગ મોકળો થયો છે. SEDI ગ્રામીણ યુવાનોને તેમની આકાંક્ષાઓ પ્રાપ્ત કરવામાં અને સપનાઓને સાકાર કરવામાં હંમેશા મદદરૂપ થતું રહ્યું છે. તેના સાર્થક પ્રયત્નો થકી યુવાધનને તાલીમ, રોજગાર અને વ્યવસાયની તકો મળી રહે છે. યુવાધનને રોજગારલક્ષી તાલીમ મળતાં જ તેઓ પોતાની સાથે પરિવારના ઉત્થાન માટે પણ સક્ષમ બને છે.

ગુજરાત રાજ્યમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન 7 કૌશલ્ય કેન્દ્રો ધરાવે છે જેમાં કોડીનાર, સુરત, ગાંધીનગર, સાણંદ, મોરબી, મહુવા અને રાજુલાનો સમાવેશ થાય છે. ગ્રામીણ યુવાનોને વાયરમેન કંટ્રોલ પેનલ, એસેમ્બલી ઓપરેટર, સીએનસી કટીંગ ઓપરેટર, જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ, ફિટર ફેબ્રિકેટર, વેલ્ડર, PCB એસેમ્બલી, BPO, સિલાઇ મશીન ઓપરેટર, ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર અને કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ જેવા ટ્રેડ્સની તાલીમ આપવામાં આવે છે. આ તમામ ટ્રેડ્સની માંગ આસપાસની ઈન્ડસ્ટ્રીમાં વધુ હોવાથી તેઓ ત્વરિત રોજગારી મેળવી શકે છે.

સંસ્થામાંથી સફળતાપૂર્વક કોર્સ પૂર્ણ કરનારા તાલીમાર્થીઓને 77% પ્લેસમેન્ટ મળી રહ્યું છે. અંબુજા ફાઉન્ડેશન આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ ચલાવી રહ્યું છે, તે ગ્રામીણ યુવાનોને પ્રશિક્ષણ મેળવ્યા બાદ પોતાનો વ્યવસાય શરૂ કરવા પ્રોત્સાહિત કરે છે. એટલું જ નહી, આંત્રપ્રિન્યોર બનવા ઈચ્છુક ઉમેદવારોને રજિસ્ટ્રેશન, ફાઇનાન્સમાં પુરતી મદદ તેમજ બિઝનેસ પ્લાન બનાવવા માર્ગદર્શન પણ પ્રદાન કરે છે. 500+ ગ્રામીણ તાલીમાર્થીઓ સફળ ઉદ્યોગસાહસિક બન્યા છે.

અંબુજા ફાઉન્ડેશન સ્ત્રી-પુરુષ બંનેને જેન્ડર બ્રેકિંગ સ્ટીરિયોટાઇપ્સ કોર્સમાં જોડાવા પ્રોત્સાહિત કરે છે. યુવતીઓને ફિટર ફેબ્રિકેશન, વેલ્ડીંગ અને ઈલેક્ટ્રીકલના અભ્યાસક્રમોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જ્યારે પુરૂષ ઉમેદવારોને નર્સિંગના અભ્યાસક્રમોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેનાથી વધુ માંગ ધરાવતા ઉદ્યોગોમાં જરૂરી કૌશલ્યોમાં વધુ માનવ સંસાધનોનું યોગદાન થઈ રહ્યું છે. આજ સુધીમાં 9565 યુવતીઓએ લિંગભેદ વિના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે.

ભારતના 10 રાજ્યોમાં લગભગ 35 SEDI’s ચાલી રહી છે. જેમાં 1,00,000 થી વધુ ગ્રામીણ યુવાનોને તાલીમ આપવામાં આવી છે તથા કેટલાય લોકોએ પોતાના નવા સાહસો/ઉદ્યોગો શરૂ કર્યા છે.