અમદાવાદઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMA)માં પ્લેસમેન્ટ પ્રકિયાનો ત્રીજો તબક્કો પૂર્ણ થયો છે. આ પ્લેસમેન્ટ પ્રકિયામાં 30થી વધારે દેશી અને વિદેશી કંપનીઓએ ભાગ લીધો હતો. જેમાં વિદેશી કંપનીઓમાં એક્સેન્ચર અને બોસ્ટન કન્સલ્ટિંગ કંપનીએ સૌથી વધારે જોબ ઓફર કરી હતી. જ્યારે અને ભારતીય કંપનીમાં અદાણી અને એસ્સાર જોબ ઓફર કરવામાં ટોપ પર રહી હતી. જેને IIMA કેમ્પસમાંથી ડાયરેક્ટ રિક્રુમેન્ટ કરી હતી.
અમદાવાદની IIMA ખાતે મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (PGP)ના MBA ક્લાસ 2024 માટેની અંતિમ પ્લેસમેન્ટ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ફાઈનલ પ્લેસમેન્ટમાં ત્રણ ક્લસ્ટરમાં મલ્ટિપલ ડોમેન્સમાંથી ફર્મ્સએ ભાગ લીધો હતો. આ વખતે મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ઓફર્સમાં ઘટાડો થયો હતો, જ્યારે સ્પેસિફિક મેનેજરીયલ રોલ્સની ઓફર્સમાં વધારો થયો હતો. અંતિમ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં, કેમ્પસમાં સૌથી વધુ ઓફર (પીપીઓ સહિત) કરતી કંપનીમાં એક્સેન્ચર અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપનો સમાવેશ થાય છે. એક્સેન્ચેરને 26 ઓફર્સ સાથે ફાઈનલ પ્લેસમેન્ટ પ્રક્રિયાના અંતે સૌથી વધુ ઓફર્સ કરી છે, ત્યાર બાદ 23 ઓફર્સ સાથે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ આવે છે. ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં ગોલ્ડમેનએ વધુ ઓફર કરી હતી. જનરલ મેનેજમેન્ટ ડોમેન્સમાં અદાણીએ સૌથી વધુ 10 ઓફર કરી છે. જ્યારે એસ્સાર ગ્રુપએ 6 ઓફરો કરી છે.
IIMAના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં ગત વર્ષની સરખામણીમાં ઓફર્સની સંખ્યામાં 15% ઘટાડો જોવા મળ્યો છે. ટેક્નોલોજી, બેન્કિંગ, ફાઇનાન્સ, કન્સલ્ટિંગ, એનાલિટિક્સ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાંથી 28 કંપનીઓએ ભાગ લીધો હતો. સમૂહ દ્વારા ઓફર કરવામાં આવતી ભૂમિકાઓમાં પણ 13%નો વધારો થયો છે. આ ઉપરાંત, Tata Consultancy Services 17 ઓફર્સ સાથે કન્સલ્ટિંગ ભૂમિકાઓ સાથે અગ્રણી ભરતી કરનાર હતી. માઈક્રોસોફ્ટ લેટરલ 6 ઓફર્સ અને પ્રૅક્સિસ કન્સલ્ટિંગ 7 ઓફર્સ હતી.