Site icon Revoi.in

સોશિયલ મીડિયા પર સૌરવ ગાંગુલીની મજાક ઉડતા અદાણીએ ફોર્ચ્યુનની તમામ જાહેરાત અટકાવી દીધી 

Social Share

દિલ્હીઃ-વિતેલા શનિવારના રોજ  મશહુર ભૂતપૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઈના પ્રમુખ એવા સૌરવ ગાંગુલીને એટેક આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે તેઓ ફોર્ચ્યુનની અનેક જાગેરાતમાં સંકાળાયેલા છે, તેમના એટેકને કારણે તમામ સોશિયલ મીડિયામાં તેમની મજાક ઉડતી થઈ હતી પરિણામે અદાણીએ આ તમામ એડને અટકાવી દીધી છે.

મશહુર ઉદ્યોગપતિ ગોતમ અદાણીની અદાણી વીલમર કંપનીએ ફોર્ચ્યુન રાઇસ બ્રાન કુકિંગ તેલની તમામ એડ અટકાવી દીધી હતી.કારણ કે સૌરવ ગાંગુલીને શનિવારે હાર્ટ અટેક આવ્યો હતો અને એના હાર્ટમાં સ્ટેન્ટ મૂકવા પડ્યા હતા.

ઉલ્લખેનીય છે કે,કોરોનાના પગલે લદાયેલા લૉકડાઉન પિરિયડ દરમિયાન બનાવાયેલી આ જાહેરખબરમાં સૌરવ ગાંગુલી હૃદયની દેખરેખ રાખી રહ્યા હોય એવું દેખાડવામાં આવ્યું હતું.જ્યારે તેઓ પોતે હાર્ટએટેકવનો શિકાર બન્યા ત્યારે તેઓ દર્શકોની ટિકાનો પણ શિકાર બની ગયા.

ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગૂલીને ગત વર્ષે જાન્યુઆરીમાં Fortune Rice Bran ઓઇલનો બ્રાંડ એમ્બેસેડર બનાવામાં આવ્યા, ત્યારે તેમની તમામ જાહેરાતોમાં તેઓ હેલ્થને લઈને ધ્યાન આપવાની બાબતનો ઉલ્લેખ કરતા અને અચાનક જ્યારે તેઓ હાર્ટએટેલના શિકાર બન્યા ત્યારે દર્શકો તેમની જાહેરાતની ઠેકડી ઉડાવવા લાગ્યા.

ઉલ્લેખનીય છે કે, ગાંગૂલીને શનિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. કોલકાતાના Woodlands Hospital સોમવારે ટ્વિટ કર્યું કે ગાંગૂલી તબિયત સ્થિર છે અને તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

 ગાંગૂલીને જલ્દી સ્વસથ થવાની શુભકામના આપતા બ્રાંડના કેમ્પેઇનની સતત ટીકા  થઈ રહી હતી જેને લઈને છેવટે અદાણી ગૃપ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને તમામ જાહેરાતોને અટકાવવાની ફરજ પડી.

સાહિન-