અદાણી દહાણુ પાવર પ્લાન્ટને ઉત્તમ ઉર્જા કાર્યદક્ષતા માટે સર્વોચ્ચ એવોર્ડ એનાયત
અદાણી દહાણુ થર્મલ પાવર સ્ટેશનને એક્સેલેન્ટ એનર્જી એફિસીયન્ટ યુનિટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હૈદરાબાદ ખાતે આયોજીત 24મા રાષ્ટ્રીય પુરસ્કારમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) તરફથી ADTPSને આ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. સતત ચોથા વર્ષે ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા ‘ઉત્તમ ઊર્જા કાર્યક્ષમ એકમ એવોર્ડ‘ મેળવનાર ADTPS પ્લાન્ટને “નેશનલ એનર્જી લીડર” તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે.
તેલંગાણાના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર સોમેશકુમારની ઉપસ્થિતીમાં અદાણી દહાણુ થર્મલ પાવર સ્ટેશનની ટીમને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. મૂલ્યાંકન પ્રક્રિયામાં છેલ્લા ત્રણ વર્ષમાં ઊર્જા પ્રદર્શનના ક્ષેત્રો, નવીન પ્રોજેક્ટ્સ, ગ્રીન સોલ્યુશન્સ, ટેકનોલોજી અને સમુદાય કલ્યાણને આધારભૂત ગણવામાં આવ્યા હતા.
કડક માપદંડો ધરાવતી મૂલ્યાંકન પ્રક્રિયામાં છેલ્લા ત્રણ વર્ષમાં ઊર્જા પ્રદર્શનના ક્ષેત્રો, નવીન પ્રોજેક્ટ્સ, ગ્રીન સોલ્યુશન્સ, ટેકનોલોજી, સમુદાય કલ્યાણ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ પરિમાણોના મૂલ્યાંકન બાદ પ્લાન્ટ કેટેગરીના 30 અરજદારોમાંથી એવોર્ડ વિજેતાની પુષ્ટિ કરાઈ હતી.
સતત ચોથા વર્ષે શ્રેષ્ઠતાનો પુરસ્કાર પ્રાપ્ત કરતા અદાણી ઈલેક્ટ્રીસિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ પુરસ્કાર ઊર્જા કાર્યક્ષમતા ક્ષેત્રે અમારી ટીમની મહેનત અને સમર્પણની માન્યતા છે. અમે સતત સુધારણા અને ટકાઉ ભવિષ્ય નિર્માણમાં અમારી ભૂમિકા ભજવવા પ્રતિબદ્ધ છીએ.
અદાણી ઈલેક્ટ્રિસિટીનો ભાગ અદાણી દહાણુ થર્મલ પાવર સ્ટેશન (ADTPS) દેશની આર્થિક રાજધાની મુંબઈને 500 મેગાવોટ પાવર સપ્લાય કરતો અત્યાધુનિક થર્મલ પાવર પ્લાન્ટ છે. ભારતના સર્વોત્તમ કાર્યક્ષમ થર્મલ પાવર પ્લાન્ટે ઊર્જા કાર્યક્ષમતા માટે અનેક પગલાંઓ અમલમાં મૂક્યાં છે. જેમાં બોઈલર અને ટર્બાઈનને અપગ્રેડેશન તેમજ પ્લાન્ટની કામગીરીને ઉત્તમ બનાવવાનો સમાવેશ થાય છે.
દહાણુ પાવર સ્ટેશન પર્યાવરણ સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. ADTPSએ પ્રદૂષણ નિયંત્રણ માટે લીધેલા પગલાંઓના પરિણામે સલ્ફર ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 90% થી વધુ ઘટાડો નોંધાયો છે જે ભારતના અન્ય થર્મલ પાવર પ્લાન્ટ માટે રોલ મોડલ સમાન છે.