Site icon Revoi.in

અદાણી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ રોબોટિક્સમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા

Social Share

અમદાવાદ, 11 એપ્રિલ 2023: અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ (AIIE) એ સાત મહિનાની અસાધારણ સફરમાં ચાર વિદ્યાર્થીઓ, કુશલ મહેતા, તાત્યા કારિયા, જીશા નાઇક અને મોહમ્મદ અર્શ વહોરાએ e-Yantra રોબોટિક્સ સ્પર્ધામાં પ્રવેશ મેળવ્યો હતો. e-Yantra એ IIT બોમ્બે દ્વારા આયોજિત અને શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રાયોજિત રોબોટિક્સ આઉટરીચ પ્રોગ્રામ છે. વિદ્યાર્થીઓએ ટેકનિકલ અને સોફ્ટ કૌશલ્યોને ઉત્તમ બનાવતા સંસાધનોનો લાભ લઈ પડકારરૂપ એલિમિનેશન રાઉન્ડ બાદ સમગ્ર ભારતમાંથી 1700+ સહભાગીઓમાં શોર્ટલિસ્ટ થયા. સ્પર્ધામાં ટોચના 5 પર્ફોર્મર તરીકે ઘોષિત થવાથી તેઓ ચેમ્પિયનશિપની સફળતા માટે દાવેદાર બન્યા.

‘કૃષિ બોટ’ થીમના પડકારનો સામનો કરવા વિદ્યાર્થીઓના પ્રયાસો નોંધપાત્ર હતા. થીમમાં એક એવો રોબોટ બનાવવાનો હોય છે જે ભવિષ્યના શહેરોમાં કૃષિ પેદાશોને નેવિગેટ કરી લણણી કરી શકે. ટીમે રોબોટના નેવિગેશન પર્સેપ્શન અને મેનીપ્યુલેશન માટે એલ્ગોરિધમ બનાવવા રોબોટ ઓપરેટિંગ સિસ્ટમ, ગાઝેબો, મૂવઈટ, ઓપનસીવી અને ગિટ જેવી અનેક રોબોટિક્સને લગતી ટેક્નોલોજીઓનું વ્યાપક જ્ઞાન મેળવ્યું.

વિદ્યાર્થીઓ ઉપરાંત AIIE ની ફેકલ્ટીની મેન્ટરશિપનું માર્ગદર્શન પ્રશંસનીય રહ્યું છે. AIIE ના પ્રિન્સિપાલ પ્રોફેસર અનુપમકુમાર સિંહે વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “અમારી સંસ્થા વિદ્યાર્થીઓમાં ટીમ સ્પીરીટ, વિશ્લેષણાત્મક અને તાર્કિક વલણ વિકસાવવાનો પ્રયાસ કરે છે. આ સ્પર્ધાએ અમારા વિદ્યાર્થીઓમાં તે ગુણો માટે આદર્શ પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે. અમે તેમના પરિણામથી ખુશ છીએ.”

IIT બોમ્બેએ 2018 થી AIIE ના ઉત્કૃષ્ટ પ્રયાસને માન્યતા આપી ગ્રેડ A સંસ્થા જાહેર કરી છે. આ સાથે જ AIIE ગુજરાતની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા બની છે. અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગની ટીમ રાષ્ટ્રીય ખિતાબ હાંસલ કરી ફાઇનલમાં પહોંચનારી ગુજરાતની એકમાત્ર પ્રતિનિધિ છે.

યુવાનોને શિક્ષિત અને સશક્ત બનાવવાનું વિઝન, વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા પરિવર્તનશીલ સંશોધનને પ્રોત્સાહિત કરવા, તમામ સ્તરે શ્રેષ્ઠતા થકી વૈશ્વિક સ્થિરતામાં યોગદાન માટે  અદાણી ગ્રૂપ – ભારતના સૌથી મોટા પરિવહન અને ઉપયોગિતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહમાંનું એક છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભારતના સ્વપ્નદ્રષ્ટા ગૌતમભાઈ અદાણી અને પ્રીતિબેન અદાણીએ ગુજરાતમાં અદાણી યુનિવર્સિટીની સ્થાપના કરી છે. પરિવર્તન માટે શિક્ષણ પર ભાર સાથે, અદાણી યુનિવર્સિટી શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે અત્યાધુનિક સંસ્થા છે. જે પ્રભાવશાળી ઉદ્યોગ જોડાણ અને બહુવિધ સંશોધન દ્વારા ઉચ્ચતમ મૂલ્યના સંચાલકીય અને તકનીકી જ્ઞાનનો પ્રસાર કરશે. અદાણી યુનિવર્સિટી સંશોધન-સઘન સંસ્થા વાસ્તવિક-વિશ્વની સમસ્યાઓને સંબોધવા અને પ્રભાવિત કરવા તૈયાર છે. યુનિવર્સિટીમાં સંશોધન, ઔપચારિક અને બિન-ઔપચારિક કાર્યક્રમો ડોક્ટરલ, અંડર-ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએટ ડિગ્રીઓ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ, વગેરે ઓફર કરવામાં આવે છે.