અદાણી જૂથ દેશની વિકાસગાથામાં નોંધનીય યોગદાન આપી રહ્યું છે. રોજગારી સર્જનમાં મહત્વની ભૂમિકા અદા કરતા જૂથ દ્વારા હજારોની સંખ્યામાં યુવાઓને નોકરીઓ મળી રહે તેવો પ્લાન બનાવવામાં આવ્યો છે. આગામી વર્ષોમાં અદાણી જૂથ દ્વારા દેશમાં લગભગ 13000 યુવાઓને નોકરી આપવામાં આવશે. કંપનીનો નવો મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ (સોલાર મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ) અમલી થતા ગ્રીન એનર્જી સહિત પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ હજારો નોકરીઓનું સર્જન થશે.
અદાણી જૂથ બિઝનેસ ઉપરાંત પર્યાવરણ સંરક્ષણને પણ ખૂબ જ મહત્વ આપે છે. ટકાઉ વિકાસને અનુલક્ષીને કંપનીએ ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી સૌર ઉર્જા સંચાલિત પ્રોજેક્ટને સશક્ત કરવાનું નક્કી કર્યું છે. ગ્રીન એનર્જી બિઝનેસ અંતર્ગત વર્ષ 2027 સુધીમાં 10 ગીગાવોટની સંકલિત સૌર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. અદાણી સોલારની વર્તમાન સોલાર ઉત્પાદન ક્ષમતા ચાર ગીગાવોટ છે.
સોલર પાવર મેન્યુફેક્ચરિંગ યુનિટ અદાણી સોલરને આગામી 15 મહિનામાં 3,000 મેગાવોટથી વધુ ક્ષમતાના નિકાસ ઓર્ડર મળ્યા છે. 2015માં સ્થાપિત અદાણી સોલર સૌર ઉર્જા ઉત્પાદનમાં વપરાતી સોલર પેનલનું ઉત્પાદન કરે છે. વિગત છ વર્ષોમાં તેની ક્ષમતા ત્રણ ગણી વધીને ચાર ગીગાવોટ થઈ ગઈ છે. કંપની સોલર PV ઉત્પાદનની વિશ્વની પ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક ઇકોસિસ્ટમ બનાવી રહી છે.
અદાણી સોલાર ગુજરાતના મુન્દ્રામાં 10 GW ક્ષમતાનું પ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક સૌર ઉત્પાદન એકમ સ્થાપી રહ્યું છે. જૂથનાં સૌથી મોટાં ઉત્પાદન એકમમાં લગભગ 13,000 નોકરીઓનું સર્જન થશે. અદાણી સોલાર સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ટેક્નોલોજી અપનાવવામાં મોખરે છે અને તેણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પણ અમલમાં મૂક્યું છે.