Site icon Revoi.in

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

Social Share

અમદાવાદઃ ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપર આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદમાં દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ પ્રજાને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત આગળ વધી રહ્યું છે અને સતત આગળ વધતું જ રહેશે.

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણી સવારે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યાં હતા. જ્યાં તેઓ અન્ય મતદારો સાથે લાઈનમાં ઉભા રહ્યાં હતા. મતદાન કર્યાં બાદ પત્રકારો સમક્ષ ગૌત્તમ અદાણીએ જણાવ્યું હતું કે, આજે લોકતંત્રનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે તેઓ બહાર નીકળીને મતદાન કરે. ભારત સતત આગળ વધી રહ્યું છે અને આ સિલસિલો યથાવત રહેશે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌત્તમ અદાણીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આજે પરિવાર સાથે મતદાન કરવાનો ગર્વ છે. મતદાન એક અધિકાર, એક વિશેષાધિકાર અને એક જવાબદારી છે. જેના આ મહાન રાષ્ટ્રના નાગરિક તરીકે નીભાવીએ છીએ. આપણા લોકતંત્રમાં દરેક વોટ એક શક્તિશાળી અવાજ છે. ભારતના ભવિષ્યને આકાર આપવા માટે દરેકે મતદાન કરવું જોઈએ. જયહિંદ….