1. Home
  2. ગુજરાતી
  3. અદાણી ગૃપે ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો, બાંગ્લાદેશને વીજળી અપાશે
અદાણી ગૃપે ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો, બાંગ્લાદેશને વીજળી અપાશે

અદાણી ગૃપે ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો, બાંગ્લાદેશને વીજળી અપાશે

0
Social Share

ઢાકા/અમદાવાદ15 જૂલાઇ 2023:  ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગૃપના અલ્ટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પૂરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં અદાણી સમૂહના પ્રવેશને દર્શાવતા કાર્યાન્વિત કરવામાં આવેલો ભારતનો ગોડ્ડા ખાતેનો USCTPP સર્વ પ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ છે, જેમાંથી 100% ઉત્પાદિત પાવર અન્ય રાષ્ટ્રને સપ્લાય કરવામાં આવે છે.

આ મુલાકાત બાદ શ્રી ગૌતમ અદાણીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે: 1600 મેગાવોટના અલ્ટ્રા સુપર ક્રિટિકલ ગોડ્ડા પાવર પ્લાન્ટના સંપૂર્ણ લોડનો આરંભ કરીને સોંપવા પરત્વે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળવા બદલ સન્માન અનુભવું છું. ભારત અને બાંગ્લાદેશની સમર્પિત ટીમોને હું સલામ કરું છું જેમણે કોવિડના કપરા કાળમાં હિંમતપૂર્વક ત્રણ વર્ષના વિક્રમી સમયમાં પ્લાન્ટને તેની મંજિલે પહોંચાડી કાર્યાન્વિત કર્યો છે.

​અદાણી પાવર લિ.ની પૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર ઝારખંડ લિ. (APJL)એ 12 જુલાઈના રોજ ગોડ્ડા પ્લાન્ટની ભરોસાપાત્ર ક્ષમતાનું પરીક્ષણ પૂર્ણ કર્યું હતું. બાંગ્લાદેશ સાથે થયેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ આધારભૂત ક્ષમતા પરીક્ષણની ફરજિયાત જરૂરિયાત અનુસાર વીજ પુરવઠો આપવાનું શરૂ કર્યા બાદ પ્લાન્ટના બંને એકમોની  કામગીરીનું એક સાથે મૂલ્યાંકન કરવા માટે નિર્ધારિત છ કલાકના સમયગાળામાં હાથ ધરવામાં આવ્યું હતું.

ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલા ગોડ્ડાના 800 મેગાવોટની ક્ષમતાના  પ્લાન્ટના પ્રથમ યુનિટે તા.6 એપ્રિલના રોજ વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરી હતી અને  800 મેગાવોટની ક્ષમતાના બીજા યુનિટે પણ 26 જૂનના રોજ આ કામકાજ શરુ કર્યું હતું. અદાણી પાવર ઝારખંડ લિ.(APJL) બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડને નવેમ્બર 2017માં 25 વર્ષના સમયગાળા માટે કરવામાં આવેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ બાંગ્લાદેશ ગ્રીડ સાથે જોડાયેલ 400 kV સમર્પિત ટ્રાન્સમિશન સિસ્ટમને. ગોડ્ડા USCTPPમાંથી 1,496 મેગાવોટ સપ્લાય કરશે.

ગોડ્ડા USCTPPના કાર્યાન્વયન સાથે અદાણી સમૂહે વિશ્વ-કક્ષાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ ક્ષમતાઓનું આકર્ષક ઉદાહરણ પુરુ પાડ્યું છે. ફાઇનાન્શિયલ ક્લોઝર અને જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી 105 કિમી-લાંબી 400 kV ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનની સ્થાપના સહિત પ્રોજેક્ટ સંબંધિત સમાવિષ્ટ નોંધપાત્ર લોજિસ્ટિકલ પડકારો  વચ્ચે માત્ર 42 મહિનાના વિક્રમજનક સમયમાં USCTPPનું કમિશનિંગ સવિશેષ નોંધપાત્ર છે, જેમાં ખાનગી રેલ્વે લાઇનનું નિર્માણ અને ગંગામાંથી પાણીની વ્યાપક પાઇપલાઇનનું અમલીકરણ પણ સામેલ હતું.

કોવિડની મહામારીના કપરા કાળમાં આ સિદ્ધિ આડે પ્રોજેક્ટની સમયરેખાના બે વર્ષથી વધુ સમય દરમિયાન નોંધપાત્ર અવરોધો ઊભા કર્યા હોવા છતાં અદાણીની એન્જિનિયરિંગ ટીમે પરિસ્થિતિને અનુરૂપ નવીનતાપૂર્વક તમામ ટેસ્ટિંગ અને કમિશનિંગ પ્રોટોકોલને  ટેલી-વાર્તાલાપ અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હેન્ડલ કર્યા હતા. વિક્રમી સમયમાં પ્રોજેક્ટનું કામકાજ સંપ્પન કરવો એ આ ક્ષેત્રોમાં અદાણીની ક્ષમતાઓ  વિશ્વ-કક્ષાની છે તેનો ઉત્તમ પૂરાવો છે, જેણે તેમને વિશ્વભરના ઉદ્યોગમાં શ્રેષ્ઠતા સાથે સમકક્ષ સ્થાને મૂકે છે.

પ્રવાહી બળતણનો ઉપયોગ કરીને ઉત્પન્ન થતી મોંઘી વીજળીના સ્થાને ગોડ્ડાથી પૂરી પાડવામાં આવતી વીજળી બાંગ્લાદેશની વીજળીની સ્થિતિ પર સકારાત્મક અસર કરવા ઉપરાંત આ બદલાવ બાંગ્લાદેશને ખરીદેલી વીજળીની સરેરાશ કિંમત ઘટાડવામાં મદદ કરશે. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના ધારાધોરણ સાથે તાલમેલ સાધીને ગોડ્ડા પાવર પ્લાન્ટ ભારતમાં સૌ પ્રથમ છે જેણે 100% ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD), સિલેક્ટિવ કેટાલિટીક રિકન્વર્ટર (SCR) અને ઝીરો વોટર ડિસ્ચાર્જ સાથે ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ કામગીરી  કામગીરી શરૂ કરી છે.

ગોડ્ડા USCTPP ની શરુઆત અદાણી સમૂહ અને બાંગલાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે બંને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક સંબંધોની દીશામાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. અદાણી પાવર સ્પર્ધાત્મક ટેરિફ પર અવિરત અને ભરોસાપાત્ર વીજળી પૂરી પાડીને બાંગ્લાદેશની આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિમાં ભાગીદાર બની છે. આ સહયોગથી ઉદ્યોગના વિકાસને વેગ મળશે અને બાંગ્લાદેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code