Site icon Revoi.in

અમેરિકાએ કરેલા આક્ષેપોએ અદાણી ગ્રુપે ફગાવ્યાં

Social Share

યુ.એસ.ના ન્યાય વિભાગ અને યુ.એસ.ના સિક્યોરીટી અને એક્સચેન્જ કમિશને અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરેલા આક્ષેપોને આધારહિન ગણાવી તેને અદાણી ગ્રુપે નકારી કાઢ્યા છે. અમેરિકાના ન્યાય વિભાગે પોતે જ આ આરોપોમાં સંડોવણીને આક્ષેપો જણાવ્યા છે અને બચાવકારો  જ્યાં સુધી કસૂરવાર સાબિત ના થાય ત્યાં સુધી નિર્દોષ છે તેવું માનવામાં આવે છે. અને આ માટે શક્ય તમામ કાયદાકીય સલાહ મસલત સહિતના પગલા લેવામાં આવશે તેમ અદાણી ગૃપના પ્રવક્તાએ આ નિવેદનમાં જણાવ્યું છે.

અદાણી ગૃપ હંમેશા તેના તમામ સમગ્ર કાર્યક્ષેત્રના કામકાજમાં નિયમનકારી ધારાધોરણનું પાલન કરવા સાથે સંચાલનની  ઉચ્ચ ગુણવત્તા પૂરી પારદર્શિતા સાથે જાળવવા પ્રતિબધ્ધ છે. અમે અમારા હિસ્સેદારો, ભાગીદારો અને સમગ્ર કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમારો ઉદ્યોગ સમૂહ કાયદાને વરેલો અને તમામ કાયદાકીય પ્રક્રિયાની પરિસિમામાં રહી કામકાજ કરવા બંધાયેલો છે.