અદાણી ગૃપે હોલ્સિમનો અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિ.નો હિસ્સો 10.5 બિલીયન ડોલરમાં ટેકઓવર કર્યો
- આ હસ્તાંતરથી અદાણી સમૂહના સિમેન્ટ બિઝનેસમાં કદમ સાથે તે સામગ્રી, મેટલ અને ખનીજની નવી શ્રેણીમાં સ્થાપિત થશે
- હવે અદાણી વાર્ષિક 70 એમટીપીએની ઉત્પાદક ક્ષમતા સાથે દેશનું બીજા નંબરનું ઉદ્યોગ ગૃહ બન્યું.
અમદાવાદ : અદાણી ગ્રુપે ઓફશોર સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ મારફતે ભારતની બે અગ્રણી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ લિમિટેડ અને એસીસી લિમિટેડમાં સ્વિત્ઝર્લેન્ડ સ્થિત હોલ્સિમ લિમિટેડનો સંપૂર્ણ હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. વિવિધ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો ધરાવતા દેશના ટોચના અદાણી પરિવારે ઓફ શોર સ્પેશ્યલ પરપઝ વેહીકલ મારફત સ્વિત્ઝરલેન્ડ સ્થિત હોલ્સિમ લિ.ના ભારતની આગવી હરોળની બે કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ લિ. અને એસીસી લિ.માંના સંપૂર્ણ હિસ્સાને હસ્તગત કરવા માટે સુનિશ્ચિત કરાર કર્યો હોવાની જાહેરાત કરી છે.
હોલ્સિમ તેની પેટા કંપનીઓ મારફત અંબુજા સિમેન્ટ્સમાં 63,19% અને એસીસીમાં 54.53% (જે પૈકી 50.05% હિસ્સો અંબુજા સિમેન્ટ્સ મારફત ધરાવે છે) અંબુજા સિમેન્ટ્સ અને એસીસીમાં હોલ્સિમનો હિસ્સો અને મૂલ્યની વિચારણા માટેની ખુલ્લી ઓફર 10.5 બિલીઅન ડોલર થતી હોવાથી આંતર માળખાકીય અને બાંધકામ સામગ્રી ક્ષેત્રમાં અદાણી સમૂહનો M&Aનો આ સૌથી મોટો સોદો છે.
’’સિમેન્ટના વ્યવસાયમાં અમારું આ કદમ રાષ્ટ્રની વિકાસ ગાથામાં અમારી દ્રઢ માન્યતાને વધુ એકવાર માન્ય ઠરાવે છે.’’ એમ જણાવતાં અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, “આવનારા કેટલાક દાયકાઓ સુધી ભારત વિશ્વની સૌથી મોટી માંગ-સંચાલિત અર્થવ્યવસ્થાઓ પૈકીનું એક રહેવાની ધારણા છે એટલું જ નહીં, પણ ભારત વિશ્વનુંસૌથી મોટું બીજુ સિમેન્ટ બજાર બની રહ્યું હોવા છતાં સરેરાશ વૈશ્વિક માથાદીઠ સિમેન્ટનો વપરાશ અડધાથી પણ ઓછો છે. તુલનાત્મક રીતે ચીનનો સિમેન્ટનો વપરાશ ભારત કરતાં 7 ગણાથી વધુ છે. અદાણી ગ્રૂપના પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ બિઝનેસ, એનર્જી બિઝનેસ અને રિયલ એસ્ટેટ બિઝનેસ જેવા હાલના વ્યવસાયોની કેટલીક બાબતો સાથે આ પરિબળો સાથે જોડવામાં આવે છે ત્યારે અમારું માનવું છે કે અમે વિશિષ્ટ રીતે સંકલિત અને વૈવિધ્યસભર એક બિઝનેસ મોડલ તૈયાર કરી શકીશું અને અમારી જાતને નોંધપાત્ર ક્ષમતા વિસ્તરણ માટે પ્રસ્થાપિત કરી શકીશું.’’
શ્રી અદાણીએ ઉમેર્યું હતું કે “સિમેન્ટ ઉત્પાદનમાં હોલ્સિમનું વૈશ્વિક નેતૃત્વ અને ટકાઉપણાની શ્રેષ્ઠ પ્રણાલિઓ અમારા માટે કેટલીક અત્યાધુનિક તકનીકોની ભેટ લઇ આવે છે જે અમોએ વિચારેલા ગ્રીન સિમેન્ટ ઉત્પાદનના માર્ગને વેગ આપશે. વધુમાં વિશ્વની બે સૌથી મજબૂત બ્રાન્ડ્સ અંબુજા સિમેન્ટ્સ અને એસીસી બંને ભારતમાં સ્વીકૃત છે. જ્યારે તે અમારા રિન્યુએબલ પાવર જનરેશન ફૂટપ્રિન્ટ સાથે સંવર્ધિત થશે ત્યારે સિમેન્ટ ઉત્પાદન માટે આવશ્યક એવા ડીકાર્બોનાઇઝેશનની અમારી સફરમાં એક મોટી શરૂઆત પ્રાપ્ત કરીએ છીએ. અમારી તમામ ક્ષમતાઓનું આ સંયોજન છે જે મને ભરોસો આપે છે કે અમે સૌથી સ્વચ્છ અને સૌથી વધુ ટકાઉ સિમેન્ટ ઉત્પાદન પ્રક્રિયાઓ સ્થાપિત કરી શકીશું જે વૈશ્વિક બેન્ચમાર્કને પહોંચી વળશે અથવા તેનાથી વધુ હશે.”
હોલ્સિમ લિ.ના સીઈઓ શ્રી જેન જેનિશે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે અદાણી ગ્રુપ તેના વિકાસના આગામી યુગને આગળ ધપાવવા માટે ભારતમાં અમારો વ્યવસાય હસ્તગત કરી રહ્યું છે. “શ્રી ગૌતમ અદાણી ભારતમાં ઉચ્ચ સ્વીકૃત બિઝનેસ લીડર છે, જેઓ અમારી ટકાઉપણું, જનતા અને સમુદાયો પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા સાથે સહયોગ કરે છે. આ તકે તેમણે વરસોથી ભારતમાં તેમના વેપારના વિકાસમાં પૂરા સમર્પણ અને નિપૂણતા સાથે અથાક પરિશ્રમ કરનારા ભારતના 10 હજાર સાથીઓએ અદા કરેલી આવશ્યક ભૂમિકા માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે તેઓ માટે અદાણી ગૃપ સંપૂર્ણ ગૃહ બની રહેવા સાથે તેઓ અમારા ગ્રાહકોની સેવા ચાલુ રાખશે.’’
માથાદીઠ 525 કિગ્રાની વૈશ્વિક સરેરાશની સરખામણીમાં ભારતનો માથાદીઠ સિમેન્ટ વપરાશ માત્ર 242 કિગ્રા છે તે ધ્યાને લેતા ભારતમાં સિમેન્ટ ક્ષેત્રના વિકાસની નોંધપાત્ર સંભાવનાઓ છે. રોગચાળા બાદ થાળે પડી રહેલા બાંધકામ અને અન્ય માળખાકીય ક્ષેત્રોમાં ઝડપી શહેરીકરણ, મધ્યમ વર્ગમાં વધારો અને પોસાય તેવા આવાસના કારણે આગામી દાયકાઓમાં સિમેન્ટ ક્ષેત્રની વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે. હાલમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસી વાર્ષિક 70 મિલીઅન ટનની સંયુક્ત સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. બંને કંપનીઓ ઉત્પાદન અને સપ્લાય ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિશાળ ઊંડાઈ સાથે ભારતની સૌથી મજબૂત બ્રાન્ડ્સ પૈકીની છે, જેનું પ્રતિનિધિત્વ તેમના 23 સિમેન્ટ પ્લાન્ટ્સ, 14 ગ્રાઇન્ડિંગ સ્ટેશન્સ, 80 રેડી-મિક્સ કોંક્રિટ પ્લાન્ટ્સ અને સમગ્ર ભારતમાં 50,000 ચેનલ ભાગીદારો દ્વારા કરવામાં આવે છે.
અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્લેટફોર્મ સાથેની સિનર્જીનો અંબુજા અને એસીસી બંનેને સંકલિત ફાયદો થશે, ખાસ કરીને અદાણી જૂથ બહોળો અનુભવ અને સમૃધ્ધ કુશળતા ધરાવે છે એવા કાચા માલ, પાવર અને લોજિસ્ટિક્સના ક્ષેત્રોમાં આ બન્ને કંપનીઓ માટે ઉંચા માર્જિન અને મૂડી પર વળતરને સક્ષમ કરશે. અદાણીની ESG મેનેજમેન્ટ, બિઝનેસ અને કેપિટલ મેનેજમેન્ટ ફિલોસોફીથી કંપનીઓને પણ ફાયદો થશે અને સર્ક્યુલર ઈકોનોમી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વ્યવસાયો SDG 6 (સ્વચ્છ પાણી અને સ્વચ્છતા) SDG 7 (પોષણક્ષમ અને સ્વચ્છ ઊર્જા), SDG 11 (સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ) અને SDG 13 (ક્લાઇમેટ એક્શન) પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરીને યુએન સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ્સ સાથે ગાઢ જોડાયેલા રહેશે.