Site icon Revoi.in

એન.સી.એલ.ટી.ની સરગુજા રેલ કોરીડોરના એકીકરણ માટે અદાણી પોર્ટ એસ.ઇ.ઝેડ.ને લીલીઝંડી

Social Share

અમદાવાદ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ની સરગુજા રેલ કોરિડોર પ્રાઇવેટ લિમિટેડ (SRCPL) ને હસ્તગત કરવાની સંયુક્ત યોજનાને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની અમદાવાદ બેંચ દ્વારા મંજૂર કરવામાં આવી છે અને તે નિયુક્તિની તા. ૧લી એપ્રિલ ૨૦૨૧થી અમલમાં આવશે.
આમ હવે અદાણી પોર્ટસ એન્ડ એસ.ઇ.ઝેડ અદાણી ટ્રેક્સ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના નેજા હેઠળ એક જ બિઝનેસ એન્ટિટી તરીકે તમામ રેલ અસ્કયામતોને એકીકૃત કરશે. પરિવહન વપરાશના ક્ષેત્રમાં મોખરાના સ્થાને રહેવાના એપીએસઇઝેડના વિઝન સાથે તાાલમેલ સાધતી હોવાના કારણે આ કંપની પ્રથમ દિવસથી જ તમામ હિતધારકો માટે નોંધપાત્ર મૂલ્યનું સર્જન કરશે.
૨૦૨૫ની સાલ સુધીમાં ૨૦૦૦ કિ.મી.ની લંબાઇના ટ્રેકના લક્ષ્યને હાંસલ કરવા માટે આ એકત્રીકરણ પ્રેરક બળ બની રહેશે.તેમજ અદાણી પોર્ટફોલિયોમાંના એકસરખા વ્યવસાયો સાથે સ્પર્ધા કર્યા વિના ભારતીય રેલ્વેના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ્સમાં સ્વતંત્ર રીતે ભાગ લેવાની અનુમતિ આપે છે જે લઘુમતી શેરધારકોના ઇક્વિટી હિતો સાથે સંપૂર્ણ બંધબેસે છે.

એપીએસઇઝેડના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય રેલ યોજના ૨૦૨૦ અંતર્ગત ભારતીય રેલ્વે નવી રેલ લાઈનોનું નિર્માણ કરવા માટે આગામી ૧૦ વર્ષમાં રુ.૩ લાખ કરોડથી વધુનું રોકાણ કરશે. વધુમાં પરિવહનના પસંદગીના ઢાંચા તરીકે સરકાર તેનું ધ્યાન રોડથી રેલ તરફ કેન્દ્રિત કરી રહી છે, જે આર્થિક અને પર્યાવરણીય બંને દ્રષ્ટીએ સ્પષ્ટ પસંદગી છે. જેના કારણે ખાનગી ક્ષેત્રની નોંધપાત્ર ભાગીદારીની જરૂરિયાત ઉભી થશે. તેથી આ સંપાાદન વાહનવ્યવહારની ઉપયોગીતા તરીકે અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ લિ. માટે વ્યવસાય તરીકે નોંધપાત્ર મૂલ્યનું સર્જન કરે છે.”

શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું કે “અદાણી ગ્રૂપ પૈકીની જ અન્ય કંપની પાસેથી સરગુજ રેલ કોરીડોર પ્રા.લિ.(SRCPL) હસ્તગત કરવા માટે એપીએસઇઝેડ દ્વારા અપનાવવામાં આવેલી આ પ્રક્રિયા અમારા કૂશળ કોર્પોરેટ સંચાલનની પ્રેક્ટિસ વધારવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સમગ્ર પ્રક્રિયાનો પ્રચંડ આધાર સ્તંભ એ અમારા લઘુમતી શેરધારકો તરફથી સાંપડેલા જબરજસ્ત સમર્થનને આભારી છે જે કંપનીના સંચાલન ઉપરના તેમના ભરોસાની પુનઃપુષ્ટી કરે છે.”

આ સંપાદન સંબંધિત પક્ષીય વ્યવહાર હોવાથી કંપનીએ મંજૂરી માટે લઘુમતી શેરધારકો અને લેણદારો સાથે સંપૂર્ણ પારદર્શક અભિગમ અપનાવ્યો હતો. જે માટે હાથ ધરાયેલી પ્રક્રિયાના કેટલાક મુખ્ય પગલાઓ અનુસાર:

અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ વૈશ્વિક સ્તરે વિવિધ ઉદ્યોગો ધરાવતા અદાણી ગ્રુપનો હિસ્સો છે, જે એક પોર્ટ કંપનીમાંથી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ તરીકે ઉભરી રહી છે. કંપની ભારતની સૌથી મોટી પોર્ટસ ડેવલપર અને ઓપરેટર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. કંપની હસ્તક વ્યૂહાત્મક સ્થળોએ 12 પોર્ટસ અને ટર્મિનલ આવેલા છે, જેમાં ગુજરાતમાં મુંદ્રા, દહેજ, તુના અને હજીરા, ઓડીશામાં-ધામરા, ગોવામાં માર્મુગોવા, આંધ્ર પ્રદેશમાં ગંગાવરમ, વિશાખાપટ્ટનમ અને ક્રિશ્નાપટ્ટનમ, મહારાષ્ટ્રમાં દીઘી અને ચેન્નાઈમાં કટુપલ્લી અને એનરોનનો સમાવેશ થાય છે, જે દેશની કુલ પોર્ટસ ક્ષમતાના 24 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે અને કોસ્ટલ એરિયાની સાથે સાથે હીંટરલેન્ડમાંથી મોટા જથ્થાનું સંચાલન કરે છે. કંપની કેરાલામાં વિઝીનઝામ ખાતે ટ્રાન્સશીપમેન્ટ પોર્ટ વિકસાવી રહી છે. પોર્ટસથી માંડીને લોજીસ્ટીક પ્લેટફોર્મમાં પોર્ટસ ફેસિલીટીઝ, સુસંકલિત લોજીસ્ટીક્સ ક્ષમતાઓ અને ઈન્ડસ્ટ્રીયલ ઈકોનોમિક ઝોન અમને લાભદાયી સ્થિતિમાં મૂકે છે તથા અમને ગ્લોબલ સપ્લાય ચેઈનનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. અમારૂં વિઝન આગામી દાયકામાં દુનિયાના સૌથી મોટા પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનવાનું છે. વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાના ધ્યેય સાથે APSEZ એવું પ્રથમ ભારતીય પોર્ટ અને વિશ્વનું ત્રીજુ પોર્ટ છે કે જેણે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશ્યેટીવ મારફતે એમિશન ઘટાડવામાં લક્ષ્યાંકો સાથે ગ્લોબલ વૉર્મિંગ 1.5°C ઘટાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો