અદાણી ગ્રુપની અદાણી સોલારે ફરી એકવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અદાણી સોલારને બ્લૂમબર્ગ તરફથી BNEF ટાયર-1 મોડ્યુલ ઉત્પાદક તરીકે ફરીવાર સ્થાન મળ્યું છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ માટે પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવી છે. આ બહુપ્રતિષ્ઠિત એવોર્ડ્સ પ્રાપ્ત થતા અદાણી સોલારની બ્રાન્ડવેલ્યુ વધુ મજબૂત બની છે.
અદાણી સોલારે બ્લૂમબર્ગની Q1-2024 યાદીમાં BNEF ટાયર-1 મોડ્યુલ ઉત્પાદક તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્રિમાસિક ગાળામાં બ્લૂમબર્ગના કડક માપદંડોમાં અદાણી સોલારે તમામ સ્તરે ઉત્તમ કામગીરી જારી રાખી હતી. BNEFના સંદર્ભ અને વિશ્લેષણમાં ભાવિ અને અગાઉના પ્રોજેક્ટ્સના ડેટાને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. બ્લૂમબર્ગ ટિયર-1 યાદીમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય મોડ્યુલ ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે.
BNEF ના રેન્કિંગ ઉર્જાક્ષેત્રે વિશ્વવ્યાપી સચોટતા, ઉચ્ચતમ ધોરણ તેમજ ઉત્પાદકની ક્ષમતા અને બેંકિબિલિટીનું મૂલ્યાંકન કરવા માટેનું એક મહત્વપૂર્ણ ઉદ્યોગ પરિમાણ છે. તદુપરાંત તે ઉત્પાદકની ગુણવત્તા પણ દર્શાવે છે. અદાણી સોલર એ સૌર ઊર્જામાં GW સ્કેલના ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ શરૂ કરનાર વિશ્વની પ્રથમ કંપની છે.
12મી ગ્રીન એનર્જી સમિટમાં ભારતના સૌર ઉત્પાદનમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન બદલ રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ એક્સેલન્સ – સોલાર ઉત્પાદક કેટેગરીમાં પ્રતિષ્ઠિત “ગ્રીન ઉર્જા અને કાર્યક્ષમતા એવોર્ડ 2024” જીત્યો હતો. ભારતના સૌર ઉત્પાદનમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન માટે સૌર ઉત્પાદક શ્રેણીમાં અદાણી સોલારને આ એવોર્ડ એનાયત થયો છે.
ભારત સરકારના રિન્યુએબલ ઉર્જા મંત્રાલય દ્વારા સમર્થિત આ એવોર્ડનું આયોજન સમારંભનું આયોજન ICC ચેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું. સતત 2જા વર્ષે (2023-2024) માટે આ ટાઇટલ જીતનાર અદાણી સોલર એકમાત્ર કંપની બની ગઈ છે.
ભારતની સૌથી મોટી સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદક અદાણી સોલાર ભારતીય સૌર ઉર્જા ક્ષેત્રે સતત નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. BNEF દ્વારા ઉત્કૃષ્ટતાનો આ સ્ટેમ્પ માત્ર કંપનીની મહત્વાકાંક્ષાઓ માટે જ નહીં, પરંતુ ભારતની પુનઃપ્રાપ્ય ઊર્જાની આકાંક્ષાઓ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પણ સારો સંકેત આપે છે.
અદાણી સોલર એ ભારતની પ્રથમ અને સૌથી મોટી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ સોલર કંપની છે જે ફોટોવોલ્ટેઇક્સ મેન્યુફેક્ચરિંગના સ્પેક્ટ્રમમાં સેવા-ઉત્પાદનો પ્રદાન કરે છે. તે વૈશ્વિક બેન્ચમાર્ક્સ મુજબ કામગીરીના સ્કેલ અને વિશ્વસનીયતાના ધોરણોને અનુસરતી વૈવિધ્યસભર કંપની છે. અદાણી સોલાર દ્વારા મુન્દ્રામાં વિશ્વની પ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક ઇકો-સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે.