- ATL “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ” કેટેગરીમાં સિલ્વર એવોર્ડ વિજેતા બની
અમદાવાદઃ અદાણી ટ્રાન્સમિશને ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ તેની કાર્યદક્ષતા પુરવાર કરી છે. ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા ATL કંપનીને “પ્રોસેસ ફ્લો ઇમ્પ્રૂવમેન્ટ કેટેગરી”માં સિલ્વર એવોર્ડ એનાયત થયો છે. રજીસ્ટર્ડ કંપનીઓની કેસ સ્ટડીના આધારે કુલ 60માંથી 48 પ્રોજેક્ટ્સ પસંદગી પામ્યા હતા. વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર યોજાયેલ ચેમ્પિયન્સ ટ્રોફી અને ચેલેન્જર્સ સ્પર્ધા- 2022નો મુખ્ય ઉદ્દેશ “ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ” અને નેશનલ ચેલેન્જર્સને ઉજાગર કરવાનો હતો.
CIIની નેશનલ ઓફિસ ઈનોવેશન કોમ્પિટિશનની 2જી આવૃત્તિમાં ATLને માકિગામી એનાલિસિસ અંતર્ગત કરાયેલી કેસ સ્ટડીને પ્રોસેસ ફ્લો ઈમ્પ્રૂવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો. માકિગામી એ પાવર ટ્રાન્સમિશનમાં થતા નુકસાનના પદ્ધતિસર વિષ્લેષણની જાપાનીઝ પ્રક્રિયા છે. આ પદ્ધતિ દ્વારા સરળતાથી ન શોધી શકાય તેવા પાસાઓને વિઝ્યુલાઈઝ કરવા ધ્યાન કન્દ્રિત કરવામાં આવે છે. માકિગામી પ્રક્રિયા સંભવિત નુકસાનને દૂર કરી ઓછામાં ઓછા ખર્ચે પ્રક્રિયામાં સુધારો કરી શકાય તેવી ડિઝાઈન બનાવે છે.
- CIIની નેશનલ ઓફિસ ઇનોવેશન કોમ્પિટિશન વિશે
CIIની નેશનલ સ્પર્ધાની થીમ ઓફિસ ઓપરેશન માટે માકિગામી ટૂલના અસરકારક અમલ પર આધારિત હતી. ATLના ઓપરેશન એન્ડ મેઇન્ટેનેન્સ ડિપાર્ટમેન્ટ તરફથી આ સ્પર્ધાનું નામાંકન ભરવામાં આવ્યું હતું. જેમાં માકિગામી ટૂલનો ઊંડો અભ્યાસ અને વિશ્લેષણ દર્શાવવામાં આવ્યું હતું. માકિગામી ટૂલનો ઉપયોગ કરીને પ્રક્રિયાને લગતી ત્રુટીઓ બહાર આવી હતી. આ કવાયત ઓફિસ પ્રક્રિયામાં સુધારા સાથે ક્રોસ-ફંક્શનલ ટીમ્સને નવીન વિચારો અને અભિગમો તરફ લઈ જાય છે.
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ (ATL) ભારતની અગ્રણી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરતી કંપનીઓમાંની એક છે, જે તેની મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ અને 99.62 ટકા કાર્યદક્ષતા માટે જાણીતી છે. કંપનીએ ભારતના વીજળી વિતરણ નેટવર્કમાં 3,080 ckmનો ઉમેરો કર્યો છે. કંપનીનું કુલ ટ્રાન્સમિશન નેટવર્ક 18,567 ckm સુધી પહોંચ્યું છે. ATL તેની પ્રક્રિયાઓને સુધારવા સતત પ્રયત્નશીલ છે જેનાથી સમય અને સંસાધનો બંનેનો વ્યય ઘટાડી શકાય.