1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિશ્વ દિકરી દિવસે અદાણી વિદ્યામંદિરની બહાદુરબાળાઓની જીવંત કહાની
વિશ્વ દિકરી દિવસે અદાણી વિદ્યામંદિરની બહાદુરબાળાઓની જીવંત કહાની

વિશ્વ દિકરી દિવસે અદાણી વિદ્યામંદિરની બહાદુરબાળાઓની જીવંત કહાની

0
Social Share

અમદાવાદ, October 10, 2023 વિશ્વભરમાં દિકરીઓનું મહત્વસમજી તેમના માટે બહોળી તકો ઉભી કરવા 11મી ઓક્ટોબરેઆંતરરાષ્ટ્રીય દિકરી દિવસ મનાવવામાં આવે છે. આજે સમાજના પ્રત્યેકક્ષેત્રમાં દિકરીઓ નામ રોશન કરી રહી છે. ત્યારે એવીકેટલીકદિકરીઓની વાત કરીએ જેમણે અનેક પડકારો ઝીલી સ્પોર્ટ્સ ક્ષેત્રેસફળતાના પરચમ લહેરાવ્યા છે. અદાણી વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓતન્વી અને માર્મીએ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) દ્વારાઆયોજીત રમતગમતમાં ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરી શાળા અનેપરિવારની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી છે.    

 

સામાન્ય પરિવારમાંથી આવતી તન્વી અંતલા અદાણી વિદ્યામંદિરમાંધો.9માં અભ્યાસ કરે છે. અભ્યાસ સાથે ખેલકૂદમાં પણ તે ખૂબ રસ ધરાવેછે. તને ખેલકૂદ પ્રત્યે રૂચિ જગાવવામાં વિદ્યામંદિરના શિક્ષકોએ મહત્વનીભૂમિકા ભજવી છે. શિક્ષકગણનું માર્ગદર્શન અને સખત પરિશ્રમનાપરિણામે તન્વીએ ઉંચી કૂદમાં જિલ્લા સ્તરે પ્રથમ સ્થાન મેળવી અનેસ્ટેટ લેવલ માટે સિલેક્ટ થઇ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી છે.

તન્વી જણાવે છે કેરાજ્ય કક્ષા માટે મારી પસંદગી થઈ તે મારા માટેઅત્યંત ખુશીની ક્ષણ હતી. જિલ્લા સ્તરે અદાણી વિદ્યામંદિર-અમદાવાદનુંપ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. કોચનું સતત માર્ગદર્શન અનેસખત પ્રેક્ટિસે મનેસફળતા આપાવી છે. જો કે મારી મહત્વકાંક્ષાઓલિમ્પિકસમાં દેશનું પ્રતિનિધિત્વ કરી વિશ્વમાં તિરંગાનું સન્માનવધારવાની છે.”

આવીએક સફળ કહાની છે માર્મી જાગાણીની. સામાન્ય પરિવારમાંથીઆવતી માર્મી પણ ધોરણ 9માં અભ્યાસ કરે છે. અદાણી વિદ્યામંદિરનાશિક્ષકોએ તેના ટેલેન્ટને ઓળખી લોંગ જમ્પ માટે પ્રેરિત કરી. શિક્ષકોએઆપેલી સફળતાની ગુરૂચાવીના પરિણામે તેણીએ જિલ્લા સ્તરે દ્વિતિયસ્થાન પ્રાપ્ત કરી નામ રોશન કર્યું છે.

માર્મી જણાવે છે કેલોંગ જમ્પમાં એપ્રોચ રન, છેલ્લા બે સ્ટેપ્સ, ટેકઓફ, એર લેન્ડીંગ જેવા ઘટકો મહત્વના હોય છે. ક્યારેક તોરોલરકોસ્ટર રાઈડ જેવું પણ લાગે છે. અદાણી વિદ્યામંદિરે મનેસફળતા પ્રાપ્ત કરવામાં ખૂબમદદ કરી છે”.  

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) દ્વારા આયોજીત અંડર-17 ખોખોમાં પણબંને દિકરીઓ દ્વિતીય રનર-અપ તરીકે ઉભરી આવી છેઅને સ્ટેટ લેવલ માટે સિલેક્ટ થઇ છે. અદાણી વિદ્યામંદિરનીકિશોરીઓએ સમાજની અનેક દિકરીઓ માટે પ્રેરણાત્મક ઉદાહરણસ્થાપિત કર્યુ છે. અદાણી વિદ્યામંદિર સમાજના આર્થિક રીતે નબળાવર્ગોના વિદ્યાર્થીઓને ની:શુલ્ક  ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code