1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અદાણીનો કોપર પ્લાન્ટ દેશની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમ ચેન્જર બનશે!
અદાણીનો કોપર પ્લાન્ટ દેશની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમ ચેન્જર બનશે!

અદાણીનો કોપર પ્લાન્ટ દેશની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમ ચેન્જર બનશે!

0
Social Share

અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડ ભારતની મેટલ ઈન્ડસ્ટ્રીઝમાં ગેમચેન્જર સાબિત થશે. કોપર ઉત્પાદનની કામગીરીમાં રોકાણ એ અદાણી પોર્ટફોલિયોનો માત્ર મેટલ્સ ક્ષેત્રમાં પ્રવેશ જ નહીં, પરંતુ ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફ ભારતની છલાંગ છે. 0.5-mtpa ના પ્રારંભિક ઉત્પાદન ધરાવતો આ પ્લાન્ટ પાંચ વર્ષમાં બમણાં ઉત્પાદનનું લક્ષ્યાંક ધરાવે છે. જેનાથી મેટલ ઈન્ડસ્ટ્રીમાં ભારતની ક્ષમતામાં તોતિંગ વધારો થશે. સૌથી ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવતી ટેક્નોલોજીથી તેમાં અન્ય મહત્વપૂર્ણ ઉત્પાદનો પણ થશે.

અદાણી ગ્રુપની યોજના કોપર સેક્ટરમાં ભારતને વૈશ્વિકસ્તરે ઉપર લઈ જવાની છે. વળી આ પ્રોજેક્ટ સરકારની મેક ઈન ઈન્ડિયાપહેલ અને દેશની સ્વચ્છ ઉર્જા પુશ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. ઈલેક્ટ્રિક વાહનો (EVs), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક્સ (PV), પવન અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે. આ ક્ષેત્રમાં રોકાણ કરીને ભારત તેની વધતી જતી માંગને પહોંચી વળવા સક્ષમ રહેશે.   

અદાણીએ મુંદ્રા કોપર પ્લાન્ટ શરૂ કરી ભારતની મેટલ ઉત્પાદન કેપેસીટીમાં વધારો કર્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ક્લીન/ગ્રીન એનર્જી સુધી કોપર આધુનિક અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. તેવામાં વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન કસ્ટમ સ્મેલ્ટરમાંથી બનતું કોપર ઇલેક્ટ્રિકથી લઈને રિન્યૂએબલ એનર્જીની તમામ ટેકનીકી મહત્વપૂર્ણ વસ્તુઓ બનાવવામાં ઉપયોગી બનશે. વળી તેમાં ફોસ્ફેટિક ખાતર અને સલ્ફ્યુરિક એસિડની ઉત્પાદન કરવાની ક્ષમતા પણ હશે.

ભારતના પશ્ચિમ કિનારે સ્થિત મુન્દ્રા પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય બજારોને સરળ ઍક્સેસ પ્રદાન કરે છે. તે માત્ર શુદ્ધ તાંબાનું જ નહીં પરંતુ સોના, ચાંદી અને એસિડ જેવા મૂલ્યવાન આડપેદાશોનું પણ ઉત્પાદન કરશે. અદ્યતન સુવિધા અદ્યતન તકનીકો, વિશ્વ-સ્તરીય માળખાકીય સુવિધાઓ અને ઓપરેશનલ શ્રેષ્ઠતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં ટકાઉ કોપર ઉત્પાદન માટે બેન્ચમાર્ક બનાવશે તેવી પ્રબળ સંભાવનાઓ છે. 

અદાણીનો ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેક્ટ ભારતમાં વધુ મજબૂત અને આત્મનિર્ભર કોપર ઉદ્યોગ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. મુન્દ્રામાં ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેક્ટ સાથે મેટલ સેક્ટરમાં અદાણી ગ્રૂપની એન્ટ્રી દેશના કોપર લેન્ડસ્કેપને બદલવાની ક્ષમતા ધરાવે છે. વધતા જતા વિદ્યુતીકરણ અને ઇલેક્ટ્રિક વાહનોના કારણે ભારતમાં તાંબાની માંગ ભવિષ્યમાં પણ નિસ્ચિત વધવાની છે. આ મહત્વાકાંક્ષી  પ્રોજેક્ટ ભારતને કોપર સેક્ટરમાં વૈશ્વિકસ્તરે મોખરે લઈ જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.

ભારતનો માથાદીઠ તાંબાનો વપરાશ આશરે 0.6-કિલો છે. 2030 સુધીમાં સ્થાનિક તાંબાની માંગ બમણી થવાની ધારણા છે. ભારત તાંબાની માંગને પહોંચી વળવામાં અસમર્થ રહ્યું છે, વળી છેલ્લા પાંચ વર્ષથી આયાત સતત વધી રહી છે. કચ્છ કોપર તેની ફોરવર્ડ ઇન્ટિગ્રેશન વ્યૂહરચનાના ભાગ રૂપે તેની કોપર ટ્યુબ્સ ઉમેરવા માટે કચ્છ કોપર ટ્યુબ્સ લિ.ની સ્થાપના તરફ પણ કામ કરી રહ્યું છે.  

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code