અદાણીની ગ્રીનમોસ્ફિયર પહેલ: અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ગોતા ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે
અમદાવાદ : અદાણી જૂથની પહેલ ગ્રીનમોસ્ફિયર દ્વારા AMCના સહયોગથી ગોતા, અમદાવાદ ખાતે બાયો-ડાયવર્સિટી પાર્ક વિકસાવવામાં આવશે. ATGL દ્વારા ગ્રીનમોસ્ફિયરને ડિસેમ્બર 2021માં વનીકરણને સદીઓ સુધી ટકાવી રાખવા અને ઊર્જા ઓડિટને પહોંચી વળવા શરૂ કરવામાં આવ્યું હતું. 21 માર્ચ 2022 વિશ્વ વન દિવસના રોજ ભાગીદારો દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ બાયો-ડાયવર્સિટી પાર્કની શરૂઆત નિમિત્તે અદાણી ગ્રૂપ અને ટોટલ એનર્જીના પ્રતિનિધિઓ દ્વારા વડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવા માટે મિયાવાકી તકનીકનો ઉપયોગ કરાશે. શહેરી વિસ્તારમાં વનીકરણ એ ગ્રીનમોસ્ફિયરના ઉદ્દેશ્યોનો એક ભાગ છે જેમાં તેની નજીકના વસતા લોકોની સક્રિય ભાગીદારી લેવામાં આવે છે. મિયાવાકી પદ્ધતિ હેઠળ આત્મનિર્ભર ગાઢ જંગલો ઉગાડવામાં આવે છે, જેમાં પ્રત્યેક ચોરસ મીટરમાં બે થી ચાર વૃક્ષો રોપવામાં આવે છે. આ પદ્ધતિથી બનાવેલ જંગલ તાપમાન, હવા અને અવાજનું પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે તેમજ પક્ષીઓ અને જંતુઓનું રહેઠાણ બની જાય છે. તે કાર્બન સિંક તરીકે પણ કામ કરે છે. અને આ બધું જ રેકોર્ડ સમયમાં થાય છે.
વિવિધ પ્રકારના પક્ષીઓને રહેઠાણ ઉપરાંત આ પાર્ક જળચર પ્રાણીઓ માટે પણ એક આદર્શ ઇકોસિસ્ટમ પ્રદાન કરશે. આખા ઉદ્યાનમાં 36,200 m2 વિસ્તારમાં 2.5 લાખથી વધુ વૃક્ષો હશે જે વાર્ષિક 1,536 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરશે.
જૈવ વિવિધતા ઉદ્યાન (Biodiversity Park) કેટલાય ટકાઉ વિકાસના લક્ષ્યો સાથે જોડાયેલો છે. સમગ્ર પ્રોજેક્ટમાં મહિલાઓની તંદુરસ્ત ભાગીદારી પણ જોવા મળશે. તે SDG 5 સાથે જોડાયેલા છે જેમાં લૈંગિક સમાનતા હાંસલ કરવા અને મહિલાઓને સશક્ત બનાવવા માટે છે.
ATGL વ્યવસાયિક રીતે બધા માટે સસ્તી, ભરોસાપાત્ર, ટકાઉ અને આધુનિક ઊર્જાની ખાતરી આપે છે, જે SDG 7 ને સુસંગત છે.
સમગ્ર ઉદ્યાનની રચના માટે UID (કર્ણાવતી યુનિવર્સિટી)ના વિદ્યાર્થીઓ સાથે મળીને વેસ્ટ મટિરિયલનો પુનઃઉપયોગ કરી નવીન ઉકેલો મેળવવામાં આવશે. બેન્ચ, પાથવે અને અન્ય ઇન્સ્ટોલેશન કચરો અથવા રિસાયકલ સામગ્રીમાંથી આઇકોનિક ડિઝાઇન તૈયાર થશે, જે પ્રોજેક્ટને SDG 12 સાથે સંકળાયેલું છે.
તદુપરાંત, આ ગાઢ શહેરી જંગલ દ્વારા 1,536 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન થશે. જે SDG 13 સાથે જોડાયેલ છે. તેનાથી જળવાયુ પરિવર્તન અને તેની અસરો સામે લડવાનુ શસ્ત્ર છે.
ગોતામાં આકાર પામનાર આ જૈવવિવિધતા ઉદ્યાન સ્થાનિકો, વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પર્યાવરણવાદીઓ, વિચારકો સહિત તમામ ક્ષેત્રોના લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, તેમજ તે SDG 15ની પરિપૂર્તિ કરવામાં મહત્વનો ફાળો આપશે. SDG 15 જે ઇકોસિસ્ટમના ટકાઉ ઉપયોગને સુરક્ષિત, પુનઃસ્થાપિત અને પ્રોત્સાહિત કરવા, જંગલોનું સુરક્ષિત સંચાલન અને નિકંદન ટાળવા, જમીનની અધોગતિને અટકાવવા તેમજ જૈવવિવિધતાના નુકસાનને અટકાવવા માટે છે.