Site icon Revoi.in

સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી,ટ્વિટ કરીને કહી આ વાત

Social Share

દિલ્હી:સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અદાર પૂનાવાલાએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને COVID-19 મહામારી  સામેની લડાઈમાં તેમના નેતૃત્વ માટે તેમને અભિનંદન આપ્યા હતા.પૂનાવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે,તેઓ મંગળવારે વડાપ્રધાન મોદીને મળ્યા હતા.

તેમણે ટ્વિટ કર્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળીને આનંદ થયો. કોવિડ-19 સામેની લડાઈમાં તેમના નોંધપાત્ર નેતૃત્વ અને સફળતા માટે તેમને અભિનંદન આપ્યા.હું, એક ઉદ્યોગસાહસિક તરીકે, સુધારા, સામાજિક કલ્યાણ અને આત્મનિર્ભર ભારત માટે દષ્ટિ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ખૂબ જ આશ્વાસન આપનારી લાગે છે.

કોવિડ–19 વિરોધી રસી ઉત્પાદનનાં મામલમાં પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દુનિયાની સૌથી મોટી કંપની છે.