Site icon Revoi.in

તમારા સાડી-ચોલી વાળા ટ્રેડિશનલ લૂકને આકર્ષક બનાવા બ્લાઉઝ પર લગાવો લટકણ

Social Share

આજકાલ લગ્નપ્રસંગે સાડી અને ચોલી પહેરવાનો ક્રેઝ વધ્યો છે ,કારણ કે આ પ્રકારના પ્રસંગોમાં ટ્રેડિશનલ કપડા વધુ શોભે છે, જો કે સાડી અને ચોલીની શોભામાં વધઆરો કરવા માટે અવનવા લટકણ વધુ મહત્વનો ભાગ ભજવે છે.

જો લટકણની વાત કરીએ તો તે બ્લાઉઝની પાઠળની દોરીમાં પણ લગાવવામાં આવે છે અને ચણીઓ બાઁધવાની દોરી એટલે કે કમર પાસે પણ લગાવવામાં આવે છે આ બન્ને જગ્યાએ લગાવેલ લટકણીઓ વધુ આકર્ષિત લાગે છે.

આમ તો લટકણી કાપડના , ફ્લાવરના, પ્લાસ્ટિકના આ રીતે જૂદી જુદી રીતે બનાવે સો હોય છે આ સાથે જ કોટનની ચણીયા લોચી કે સાડીમાં ઈનમાંથી બનાવેલા લટકણ વધુ શોભા આપે છે.

પીઠીના પીળા કપડમાં લાલ કે મરુન લટકણ વગાવો

આજકાલ લોકોને  સ્ટાર વાળઆ લટકણ બહુ ગમે છે. આવાં લટકણ તમે પીઠી, મહેંદી કે લગ્નના દિવસે ટ્રાય કરી શકો છો. તમે ઈચ્છો તો કસ્ટમાઈઝ કરાવીને તેની લંબાઈને નાની કે મોટી કરી શકો છો.પીઠીના દિવસે આવાં લટકણ પસંદ કરી રહ્યા હોવ તો તેના માટે લાલ કે મરૂન રંગનું લટકણ જ પસંદ કરવું. કારણકે પીળા રંગનાં કપડાં સાથે લાલ લટકણ ખૂબજ સુંદર લાગે છે.

આ સાથે જ લટકણમાં પતિનું નામ પણ લખાવી શકો છો અને તમે ઈચ્છો તો, તેના પર ટેન્ડી લાઈન પણ લખાવડાવી શકો છો. આવાં લટકણ તમે ફ્લોરલથી લઈને સ્ટારવાળાં આઉટફિટ સાથે લગાવી શકો છો આજકાલ તેનો ડ્રેન્ડ ચાલી રહ્યો છે.