નવરાત્રી સમાપનના દિવસે લોકો અષ્ટમી અને નવમીએ કન્યા પૂજન કરે છે અને કન્યાઓને ભોજન કરાવે છે. કન્યા પૂજનના દિવસે માતાજીનો મનપસંદ ભોગ શીરો, પૂરી અને ચણા બનાવવામાં આવે છે. શીરો અને ચણાનો માતાજીને ભોગ ધરાવવામાં આવે છે અને તેને કન્યાઓને ખવડાવવામાં આવે છે. જો કે કેટલાંક લોકોથી રવાનો શીરો સારો નથી બનતો. શીરો કઠણ બની જાય છે અથવા તો ચીકણો થઇ જાય છે. તેવામાં અને તમને એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ શીરો બનાવવાની રેસિપી જણાવી રહ્યાં છીએ. આ રીતે તમારો શીરો એકદમ દાણેદાર અને ટેસ્ટી બનશે. આ રીતે રવાનો શીરો બનાવશો તો એકદમ ભંડારા જેવો ટેસ્ટ આવશે. ચાલો તમને જણાવીશે રવાનો શીરો કેવી રીતે બનાવાય છે.
રવાનો શીરો બનાવવા માટે સામગ્રી
• રવો (સોજી) -1 વાટકી
• ઇલાયચી- 3/4 ટીસ્પૂન
• સમારેલી બદામ- 7-8
• કિશમિશ- 10-12
• દેશી ઘી- 1 ટેબલસ્પૂન
• ખાંડ- 1 કપ
• મીઠુ- 1 ચપટી
રવાનો શીરો બનાવવાની રેસિપી
સ્વાદથી ભરપૂર રવાનો શીરો બનાવવા માટે સૌથી પહેલા એક કડાઇને મીડિયમ આંચ પર ગરમ કરો અને તેમાં રવો નાંખીને શેકો. રવાને સતત હલાવતા રહો. રવાને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો રંગ ગોલ્ડન બ્રાઉન ન થઇ જાય. તે બાદ રવાને એક બાઉલમાં કાઢી લો. હવે કડાઇમાં દેશી ઘી નાંખો અને ગરમ કરો. જ્યારે ઘી ઓગળી જાય તો પહેલા પીસેલી ઇલાયચી નાંખો અને થોડી સેકેન્ડ પછી શેકેલો રવો નાંખીને ઘી સાથે સારી રીતે મિક્સ કરી દો.
હવે ચમચાથી હલાવતા રવાને એકથી બે મિનિટ સુધી ઘીમાં શેકાવા દો. તે બાદ કડાઇમાં આશરે 2 ગ્લાસ ગરમ પાણી અથવા દૂધ નાંખો અને તેને સતત હલાવતા રહો. થોડી વાર પછી રવામાં ખાંડ નાંખીને સારી રીતે મિક્સ કરી દો. હવે શીરાને સતત હલાવતા રહીને શેકવાનો છે જ્યાં સુધી તે લચકા પડતો ન થઇ જાય. તે બાદ તેમાં બારીક સમારેલી બદામ અને કિશમિશ નાંખી દો. તેની ઉપર એક ચપટી મીઠુ ભભરાવી દો.
રવાના શીરામાં એક ચપટી મીઠુ ભભરાવી દેવાથી તેનો સ્વાદ બમણો થઇ જાય છે. હવે રવાના શીરાને ઓછામાં ઓછા 8થી 10 મિનિટ સુધી શેકો. જ્યારે શીરાનો રંગ થોડો સોનેરી થવા લાગે અને તેમાંથી સુગંધ આવવાની શરૂઆત થઇ જાય તો ગેસ બંધ કરી દો. ફક્ત તે વાતનું ધ્યાન રાખો કે રવાનો શીરો બનાવતી વખતે તેને સતત હલાવતા રહેવાનો છે નહીંતર તે કડાઇમાં ચોટી જશે. તે બાદ રવાનો શીરો સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને કન્યાઓને સર્વ કરો