વર્ષ 2022ની સૌથી સ્ટાઇલિશ જ્વેલરી,તમારા કલેક્શનમાં કરો સામેલ
સ્ત્રીઓમાં ઘરેણાં પહેરવાનો શોખ ક્યારેય ઓછો થઈ શકતો નથી.જ્વેલરી એ સ્ત્રીઓના સોલાહ શ્રૃંગારનો મહત્વનો ભાગ છે.એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્વેલરીમાં ઘણો ટ્રેન્ડ જોવા મળ્યો હતો.આજે અમે તમને આ ટ્રેન્ડ વિશે જણાવીશું.
ઓક્સિડાઇઝ્ડ જ્વેલરીનો ટ્રેન્ડ પણ જૂનો છે પરંતુ આ વર્ષે તેણે કમ બેક કર્યું છે.તે માત્ર સેલિબ્રિટીઓ દ્વારા જ નહીં પરંતુ સામાન્ય મહિલાઓ દ્વારા પણ પસંદ કરવામાં આવ્યું હતું.તમે કોઈપણ પ્રકારના આઉટફિટ સાથે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી પણ પહેરી શકો છો.
એમરાલ્ડ એક પ્રકારનો કિંમતી પથ્થર છે અને આ પથ્થરનો ઉપયોગ ઘરેણાંમાં પણ થાય છે. આ વર્ષે એમરાલ્ડ જવેલરીને ભારે સફળતા મળી છે.એથનિક આઉટફીટની સાથે અમરાલ્ડ જવેલરી જો તમે કલબ કરો છો તો તમારા લૂકમાં ચાર-ચાંદ લાગી જાય છે.
આ વર્ષે મહિલાઓમાં પણ ટેમ્પલ જ્વેલરીનો ક્રેઝ જોવા મળ્યો. ખાસ કરીને ટેમ્પલ જ્વેલરી વાળા એરિંગ્સ ખુબ લોકપ્રિય રહ્યા.જો કે તે દક્ષિણ ભારતીય પરંપરાગત ઘરેણાંની શૈલી છે, પરંતુ હવે ઉત્તર ભારતીય દુલ્હન પણ તેને પહેરવા ખૂબ પસંદ કરી રહી છે.
મોતીના દાગીનાની ફેશન નવી નથી.વાસ્તવમાં, મોતીના દાગીના વર્ષોથી આપણી સ્ત્રીઓ માટે પ્રિય છે.જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મોતીના દાગીનામાં પણ ઘણા ફેરફારો થયા.આજે પણ સ્ત્રીઓની પહેલી પસંદ મોતીના ઘરેણાં છે.