રોટલી બનાવતી વખતે લોટમાં ઉમેરો આ ત્રણ વસ્તુઓ, ગેસ એસિડિટીથી મળશે છુટકારો
મોટા ભાગના લોકો એસિજિડિટી અને ગેસથી પરેશાન રહેતા હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો દવાનું સેવન કરતા હોય છે. પણ તમે લોટમાં આ વસ્તુઓને ઉમેરી શકો છો. રોટલી બનાવતી વખતે તમે કેટલીક વસ્તુઓ લોટમાં ઉમેરી શકો છો, તેનાથી તમને પેટ સાથે જોડાયેલ સમસ્યાઓ દૂર થશે.
મોટાભાગના લોકો કબજીયાત, એસિડિટી અને ગેસથી પરેશાન રહેતા હોય છે, તેનાથી છુટકારો મેળવવા માટે તમે રોટલી બનાવતી વખતે તમે લોટમાં કેટલીક વસ્તુઓ ઉમેરી શકો છો. પેટથી જોડાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે તમે લોટ બનાવતી વખતે તમે એક ચમચી વાટીને અજમો ઉમેરી શકો છો.
પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે તમે લોટમાં એક ચમચી જીરા પાવડર ઉમેરી શકો છો. તેના સિવાય તમે વરિયાળીને પીસીને લોટમાં ઉમેરી શકો છો. આનાથી તમને પેટ સબંધિત સમસ્યાઓથી રાહત મળશે. તમે ઘઉંના લોટની જગ્યાએ જઉં, બાજરી કે રાગીના લોટમાં પણ ઉપયોગ કરી શકો છો. આ ટિપ્સને તમે ફોલો કરી તમે એસિડિટીછી બચી શકો છો. અને પેટને સ્વસ્થ રાખી શકો છો.