Site icon Revoi.in

અમદાવાદ ઉપડતી અડધો ડઝન ટ્રેનોમાં આજથી વધારાના એસી અને સ્લીપર કોચ જોડાશે

Social Share

અમદાવાદઃ ઉનાળાના વેકેશનને લીધે ટ્રેનોના ટ્રાફિકમાં વધારો થયો છે. મોટાભાગની ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. વેઈટિંગ લિસ્ટ પણ ખૂબ લાંબુ હોવાથી પ્રવાસીઓ નારાજ બની રહ્યા છે. ત્યારે રેલવે દ્વારા ટ્રેનોમાં નવા વધારાના કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને માગણીને ધ્યાનમાં રાખીને સુવિધા વધારવા માટે  અમદાવાદથી ઉપડતી અને પસાર થતી 6 ટ્રેનોમાં અચોક્કસ સમય માટે વધારાના એસી- 3 ટાયર અને સ્લીપર કોચ જોડવાનું નક્કી કર્યું છે. આ 6 ટ્રેનોમાં અમદાવાદથી પટના અને દરભંગા, મુંબઇના બાંદ્રા સ્ટેશનથી ઉપડીને ભુજ, બાડમેર, અજમેર અને જામનગર જતી ટ્રેનોમાં 25 મેથી 4 જુન સુધીમાં આ સુવિધાઓ વધારવાનો નિર્ણય કરાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પશ્વિમ રેલવે દ્વારા જે ટ્રેનોમાં વધારાના કોચ જોડવાનો નિર્ણ લેવામાં આયો છે, જેમાં ટ્રેન નં- 22903 અને 22904 બાંદ્રા ટર્મિનસથી ભુજ એસી એક્સપ્રેસમાં 29 મેથી 30મે સુધી વધારાનો એક 3 ટાયર એસી કોચ જોડવામાં આવશે. તથા ટ્રેન નં-09447 અને 09448 અમદાવાદ- પટના ક્લોન સ્પેશ્યિલમાં 25મેથી અમદાવાદથી વધારાના કોચ જોડવામાં આવશે. અને ટ્રેન નં- 09465 અને 09466 અમદાવાદ-દરભંગા ક્લોન સ્પેશ્યિલમાં અમદાવાદથી 27 મે સુધી વધારાનો જોડવામાં આવશે. આ ઉપરાંત ટ્રેન નં- 09037 અને 09038 બાંદ્રા ટર્મિનસથી બાડમેર સ્પેશ્યિલ ટ્રેનમાં 3 જૂનથી વધારાનો એક 3-ટાયર એસી કોચ જોડવામાં આવશે. તેમજ ટ્રેન નં- 0939 અને 0940 બાંદ્રા- અજમેર સુપર ફાસ્ટ સ્પેશ્યિલમાં 25મેથી 1 જુન સુધી એક વધારાનો 3 ટાયર એસી કોચ જોડવામાં આવશે. તથા ટ્રેન નં- 22923 અને 22924 બાંદ્રા ટર્મિનસથી જામનગર એક્સપ્રેસમાં 30મેથી 31મી મે સુધી એક વધારાનો 3 ટાયર એસી કોચ જોડાશે. (file photo)