1. Home
  2. revoinews
  3. અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપમાં દર્શકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરળ ભાડા સાથે વધારાની BRTS અને AMTS દોડાવશે
અમદાવાદમાં યોજાનાર  વર્લ્ડ કપમાં દર્શકોની સુવિધાને ધ્યાનમાં રાખીને  સરળ ભાડા સાથે  વધારાની  BRTS અને AMTS  દોડાવશે

અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપમાં દર્શકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરળ ભાડા સાથે વધારાની BRTS અને AMTS દોડાવશે

0
Social Share

અમદાવાદ – આવતીકાલે રવિવારના રોજ અંડવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ રમાનાર છે જેને લઈને અઅમદાવાદ માં સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે આ સાથે જ મેચ જોવા આવનાર દર્શકોને સમસ્યા ના સર્જાઇ તે માટે પરિવાહ સુવિધાને પણ વધુ સરળ બનાવમાં આવી છે .

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આવતીકાલે રવિવારે સમગ્ર અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોથી વધારાની  BRTS અને AMTS દોડાવશે જેથી કરીને યાત્રીઓની યાત્રાને સરળ બનાવી શકાઈ અને ભીડભાડ ને ટાળી શકાઈ .

ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. 1 લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાની આશ છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી બધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આવતીકાલે રવિવારે  સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે.અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સાથે જ  AMTS અને BRTSની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે. આ સાથે AMTS દ્વારા ચાંદખેડા રૂટ પર 50થી વધારે બસો દોડાવાશે.

આ સાથે જ  ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી લઈને  રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code