Site icon Revoi.in

અમદાવાદમાં યોજાનાર વર્લ્ડ કપમાં દર્શકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સરળ ભાડા સાથે વધારાની BRTS અને AMTS દોડાવશે

Social Share

અમદાવાદ – આવતીકાલે રવિવારના રોજ અંડવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ રમાનાર છે જેને લઈને અઅમદાવાદ માં સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે આ સાથે જ મેચ જોવા આવનાર દર્શકોને સમસ્યા ના સર્જાઇ તે માટે પરિવાહ સુવિધાને પણ વધુ સરળ બનાવમાં આવી છે .

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  આવતીકાલે રવિવારે સમગ્ર અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોથી વધારાની  BRTS અને AMTS દોડાવશે જેથી કરીને યાત્રીઓની યાત્રાને સરળ બનાવી શકાઈ અને ભીડભાડ ને ટાળી શકાઈ .

ઉલ્લેખનીય છે કે ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. 1 લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાની આશ છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી બધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આવતીકાલે રવિવારે  સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે.અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સાથે જ  AMTS અને BRTSની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS 91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે. આ સાથે AMTS દ્વારા ચાંદખેડા રૂટ પર 50થી વધારે બસો દોડાવાશે.

આ સાથે જ  ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી લઈને  રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ આપવામાં આવશે.