ભાવનગરઃ દિવાળીના તહેવારોમાં વધી રહેલા ટ્રાફિકને પહોંચી વળવા માટે ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર ડિવિઝનની 6, રાજકોટ ડિવિઝનની 7 ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ લગાવાશે. જેમાં સોમનાથ-ઓખા-સોમનાથ સ્પેશિયલમાં એક વધારાના એસી થ્રી ટાયર કોચ, સોમનાથી રવિવારથી મંગળવાર સુધી અને ઓખાથી સોમવાર સુધી સુધી લગાવાશે, પોરબંદર– દિલ્હી સરાય રોહિલ્લા –પોરબંદર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર મંગળવાર, શનિવારે 06-11 સુધી અને દિલ્હી સરાય રોહિલાથી દર સોમવાર અને ગુરુવારે 01-11થી 08-11 સુધી લગાવાશે
આ ઉપરાંત પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર ગુરુવાર અને શુક્રવારે 11-11 સુધી અને મુઝફ્ફરપુરથી દર સોમવાર અને રવિવારે 01-11થી 14-11 સુધી લગાડવામાં આવશે. પોરબંદર-હાવડા-પોરબંદર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર બુધવાર અને ગુરુવારે 03-11થી 01-12 સુધી અને હાવડાથી દર શુક્રવાર અને શનિવારે 05-11થી 03-12-2021 સુધી, પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સ્પેશિયલમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર મંગળવારે 02-11-2021 થી 30-11-2021 સુધી અને સિકંદરાબાદથી દર બુધવારે 03-11-2021 થી 01-12-2021 સુધી, ભાવનગર–આસનસોલ–ભાવનગર સ્પેશિયલમાં એક વધારાના સ્લીપર કોચ ભાવનગર ટર્મિનસથી દર મંગળવારે 02-11-2021 થી 23-11-2021 સુધી અને આસનસોલથી દર ગુરુવારે 01-11-2021 થી 25-11-2021 સુધી લગાડવામાં આવશે.
જ્યારે રાજકોટ મંડલની ઓખા-મુંબઇ-સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ સ્પેશ્યલ ટ્રેનમાં એક વધારાનો થ્રિટીયર ઇકોનોમી કોચ 1-12-21 તથા મુંબઇ સેટ્રલથી 29-10-21થી 31-11-21 સુધી લગાવાશે.આ ઉપરાંત હાપા-બીલાસપુર-હાપા સ્પેશ્યલ ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ હાપાણી શનિવારે 30-10-21થી 6-11-21 સુધી અને બિલાસપુરથી દરેક સોમવારે 31-10-21થી 7-11-21 સુધી લગાવાશે.